ફક્ત આ એક જ શ્લોકમાં રામાયણ નો સાર સમાયેલો છે દરરોજ આ એક શ્લોક બોલવાથી તમારી જીંદગી બદલાય જશે...

હિંદુ ધર્મમાં મુખ્યત્વે 2 શાસ્ત્રોને આધારભૂત માનવામાં આવે છે – રામાયણ તેમજ મહાભારત. મહાભારત ગ્રંથમાં પાંડવો તથા કૌરવની વચ્ચે થયેલ યુદ્ધને દર્શાવવામાં આવ્યું છે. જયારે રામાયણમાં ભગવાન શ્રીરામનું જીવન-ચરિત્ર દર્શાવવામાં આવ્યું છે. તો, આજે અમે આપને રામાયણને વિશેની અમુક રહસ્યમય વાતો વિશે જાણકારી આપીશું..

નિયમિત રામાયણનો પાઠ કરવાંથી તેમજ એનાં સૂત્રને જીવનમાં અપનાવવાથી ખુબ જ ધર્મલાભ પણ મળે છે, આની સાથે જ મન પણ ખુબ શાંત રહે છે તેમજ વિચારોની નકારાત્મકતા ઘણી દૂર થાય છે. રામાયણ એ ખૂબ જ મોટો તેમજ પવિત્ર ગ્રંથ છે, તેનો પાઠ નિયમિત કરવો અઘરો છે.

એટલે જ કેટલાંક લોકો પોતાનાં સમય મુજબ રામાયણનો થોડો-થોડો પાઠ નિયમિત કરે છે. જો, આખી રામાયણ વાંચવાનો સમય ન મળી શકે તો એક શ્લોકની રામાયણનો જાપ પણ કરી શકો છો. આ ફક્ત એક જ શ્લોકની રામાયણ છે. આનો પાઠ કરવાંથી પણ સંપૂર્ણ રામાયણનો પાઠ કરવાનું પુણ્ય મળી શકે છે.

સંપૂર્ણ રામાયણનો સાર જણાવતો એક મંત્ર ખૂબ જ જાણીતો પણ છે. જે લોકો આ મંત્રનો પાઠ નિયમિત કરે છે, તેમણે આખી રામાયણ વાંચવા સમાન જ પુણ્ય મળે છે. તેને માત્ર એક જ શ્લોકની રામાયણ કહેવામાં આવે છે. દરરોજ સવારમાં ઘર મંદિરમાં દીવો પ્રગટાવીને આ મંત્રનો જાપ કરવો જ જોઇએ.

એક શ્લોકની રામાયણઃ-

“आदौ राम तपोवनादि गमनं, हत्वा मृगं कांचनम्।

वैदेहीहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणम्।।

बालीनिर्दलनं समुद्रतरणं, लंकापुरीदाहनम्।

पश्चाद् रावण कुंभकर्ण हननम्, ऐतद्धि रामायणम्।। ”

શ્લોકનો અર્થઃ-

જયારે શ્રીરામ વનવાસમાં ગયા હતાં, ત્યાં એમણે સોનાનાં હરણનો વધ કર્યો હતો. વૈદેહી એટલે કે સીતાજીનું પણ રાવણે અપહરણ કરી લીધું હતું, રાવણને હાથે જટાયુએ પોતાનાં પ્રાણ પણ ગુમાવ્યાં હતાં. શ્રીરામ તેમજ સુગ્રીવ વચ્ચે મિત્રતા પણ થઇ. ત્યારબાદ વાલિનો પણ વધ કર્યો હતો. સમુદ્રને પણ પાર કર્યો હતો. શ્રીલંકાનું દહન પણ કર્યું હતું. ત્યારપછી રાવણ તેમજ કુંભકર્ણનો પણ વધ કર્યો. આ રામાયણનો સાર રહેલો છે.

રોજ સવારમાં જલ્દી જાગવું તથા સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ પણ અર્પણ કરવું. ત્યારપછી ઘર મંદિરમાં પૂજા પણ કરવી. શ્રીરામની મૂર્તિની સામે ધૂપ-દીપ પણ પ્રગટાવવો. શ્રીરામ દરબાર ની મૂર્તિમાં શ્રીરામ, લક્ષ્મણ, સીતા તથા હનુમાનજીને પણ રાખવાં જ જોઇએ. 

ભગવાનને ભોગ પણ ધરાવવો. પૂજા પછી શ્રીરામનું ધ્યાન કરીને આ શ્લોકનો જાપ પણ કરવો. જાપ ઓછામાં ઓછુ માત્ર 108 વાર જ કરવો જોઇએ. વધુ સમય ન હોય તો માત્ર 11 અથવા તો માત્ર 21 વાર પણ આ મંત્રનો જાપ કરી શકો છો.

Post a Comment

0 Comments