કાનમાં થતા દુખાવા થી તેમાં ગયેલ મેલ, જીવજંતુ વગેરે જેવી સમસ્યા થી છુટકારો મેળવવા માટે 100 % અસરકારક ઘરેલુ ઉપાય જાણો

આપણા કાનમાં ધૂળ અથવા જીવજંતુઓ જાય છે. તેના કારણે કાનની કેટલીક તકલીફો પડે છે. આ ઉપરાંત કાનમાં બેરાશ પણ આવે છે. જો તમે સમયસર સાંભળી શકતા નથી તો કાનની બહેરાશ અથવા તેમાં મેલ હોઈ શકે છે, જેની સમયસર સારવાર કરવી અત્યંત જરૂરી છે. આજે અમે તમને કાનનો મેલ દૂર કરવાના ઉપાયો જણાવીશું.

ડુંગળીને વરાળમાં પકાવી લેવાની અથવા તો શેકી લેવાની અને તેનો રસ કાઢી નાખવાનો. ત્યાર પછી ડુંગળીના રસને ડ્રોપર અથવા તો રૂ ની સહાયતાથી અમુક ટીપા કાનની અંદર નાખાવના. તેનાથી કાનની સાંભળવાની શક્તિ વધે છે અને મેલ પણ આસાનીથી બહાર નીકળી જશે.

કાનની ગંદકી સાફ કરવા માટે, તેમાં બદામના તેલના એક કે બે ટીપાં નાંખો, માથાને તે જ દિશામાં ફેરવો. હવે આ સ્થિતિમાં લગભગ ત્રણથી પાંચ મિનિટ સુધી રહો. તમે જોશો કે ઇયરવેક્સ ટૂંકા સમયમાં ખૂબ નરમ થઈ જશે. તે પછી તમે બડ્સની મદદથી તેને સહેલાઇથી સાફ કરી શકો છો. જો તમારી પાસે બદામનું તેલ નથી તમે સરસિયાનો ઉપયોગ કરી શકો છો.

ટી ટ્રી ઓઈલ ઈન્ફેક્શનની સમસ્યાને દૂર કરવામાં બહુ જ કારગર છે. 2 ચમચી ઓલિવ ઓઈલમાં 2 ટીપાં ટી ટ્રી ઓઈલ મિક્સ કરીને હળવું ગરમ કરી મિક્સ કરીને કાનમાં 2-3 ટીપાં નાખો. થોડી મિનિટ બાદ કાન સાફ કરી લો. આનાથી કાનમાં રહેલો મેલ પણ સરળતાથી નીકળી જશે.

કાનમાંથી ગંદકી દૂર કરવા માટે, અડધી ચમચી બેકિંગ સોડા લો અને તેને 60 મિલી પાણીમાં ઓગાળો. હવે આ મિશ્રણને ડ્રોપરમાં નાંખો અને કાનમાં 5 થી 10 ટીપાં નાંખો. આ મિશ્રણને એક કલાક માટે કાનમાં મૂકો અને તમારા માથાને એક બાજુ તરફ નમેલું રાખો. હવે સુતરાઉ કાપડથી ગંદકી અને પાણી બંને સાફ કરો.

ખુબ જ ઓછી માત્રામાં હાઈડ્રોજન પેરોકસાઇડને પાણીમાં મિક્સ કરીને, થોડી થોડી માત્રામાં કાનમાં ટીપા  નાખવાના. ત્યાર બાદ કાનને ઉલટો કરીને તેમાંથી પાણી અને હાઈડ્રોજન પેરોકસાઇડનું ઘોળ કાઢી નાખવાનું. આ ઉપાય કાનની સફાઈ માટે ખુબ જ પ્રયોગમાં લેવામાં આવ છે.

ગરમ પાણીમાં થોડું મીઠું ભેળવીને એક મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને કોઈ ઈયરબડ ઉપર લગાવી કાનમાં ફેરવો. તેનાથી તમારો કાન સંપૂર્ણ સાફ થઇ જાય છે. 

આદુના રસમાં લીંબુનો રસ ભેળવી લો. હવે આ મિશ્રણને ઈયરબડ ઉપર લગાવીને કાનમાં ફેરવો. આવું કરવાથી તમારા કાનનું લેવલ જળવાય રહે છે. તે તમારા કાનને સંપૂર્ણ સાફ કરવાની ખુબ સરળ રીત છે.

ઓલિવ ઓઈલ, મગફળીનું તેલ, સરસવનું તેલ અથવા સામાન્ય કોઈ તેલમાં લસણની કળી નાખીને ગરમ કરી નાખવાનું. ત્યાર બાદ તેલને હુંફાળું થવા દેવાનું, અને તેલને રૂની મદદથી કાનમાં તેલ નાખવાનું. ત્યાર પછી રૂ દ્વારા કાનને ઢાંકી દેવાનો. આ ઉપાયથી કાનમાંથી બધો જ મેલ બહાર નીકળી જાય છે.

બદામના તેલની જેમ સરસીયાના તેલને ઉપયોગમાં લઇ શકાય છે. પણ સરસીયાના તેલની ગુણવત્તા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. તેલના ઉપયોગથી કાનનો મેલ નરમ પડી જાય છે અને સરતાથી બહાર નીકળી જાય છે. ફુલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસના ટીપાં નાખવાથી મેલ દૂર થાય છે.

ધતુરાના પાનના રસમાં ચારગણું સરસિયું અને થોડી હળદર નાખી ચાર ગણા પાણીમાં ધીમા તાપે ઉકાળી તેલ  કરવું. આ તેલનાં બે-ત્રણ ટીપાં રોજ સવાર-સાંજ કાનમાં નાખવાં. આનાથી કાનનો મેલ નીકળી જાય છે. લીંબુના રસમાં થોડો સાજીખાર મેળવી કાનમાં નાખવાથી કાનમાંથી મેલ દૂર થાય છે.

Post a Comment

1 Comments

  1. To be precise, the banker attracts it when the total quantity is 0, 1, and a couple of|and a pair of}, and when the Player has under 5. It can occur that 토토사이트 the Player stands even when holding a complete of 8, whereas the banker has 9. If the Player's hand is a complete of 0 to five, the Player attracts a card. You now know that whether a Player's hand or Banker's hand has an 8 or 9, it is an instant win. But if there is a completely different value, one of many sides will draw an extra card.

    ReplyDelete