ઘણા લોકો ગંભીર રોગોને કારણે અઢળક પૈસાનો ખર્ચ કરે છે છતાં પણ તે રોગો દૂર થતાં નથી તો ખાસ વાંચો આ લેખ તમારો સ્વાસ્થ્ય અને પૈસા પણ બચી જશે ,કયા એવા પાન છે જે સર્વશ્રેષ્ઠ ગણાય છે આ પાનના શેક થી શરદી- ઉધરસ ,સોજા અને સાંધાના દુખાવામાં100% જડમૂળ નો ઈલાજ છે જાણો...

આંકડાનાં છોડને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવેલ છે. આંકડાનાં છોડમાં ખૂબ જ ફૂલ આવે છે અને સામાન્ય રીતે આ છોડની બે પ્રજાતિઓ મળી આવે છે. જેમાં એક પ્રજાતિમાં ફૂલોનો રંગ સફેદ હોય છે જ્યારે બીજી પ્રજાતિમાં ફૂલો જાંબલી રંગનો હોય છે.

આ છોડનાં પ્રયોગથી ઘણા રોગોને દુર કરી શકાય છે અને તે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ઘણા પ્રકારની આયુર્વેદિક દવા બનાવવામાં પણ આ છોડનો પ્રયોગ કરવામાં આવે છે. હવે અમે તમને જણાવીશું આંકડાથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે. 

આંકડાના દૂધમાં રૂ પલાળીને ઘીમાં સારી રીતે મિક્સ કરો અને પછી રૂને દાઢ પર મૂકી દો. આનાથી દાંત અથવા દાઢના દુખાવામાં તરત જ રાહત મળે છે.

આ સિવાય આંકડાના દૂધમાં મીઠું મિક્સ કરીને દાંત પર લગાવવાથી દાંતનો દુખાવો મટી જાય છે. આ ઉપરાંત હલતા દાંત પર આંકડાનું દૂધ લગાવવાથી તે સરળતાથી નીકળી જાય છે. 

આંકડાનું દૂધ કાઢીને તેને એડી ઉપર સારી રીતે ઘસવું, એટલું ઘસો કે તે અંદર સુધી ઉતરી જાય. થોડા દિવસ આવું કરવાથી તેમાં આરામ મળી જશે. આકડાના તાજા પાંદડા ને તાવડીમાં હળવા ગરમ કરો અને તેની ઉપર સરસો નું તેલ લગાવવાથી એડીનો દુખાવો દુર થશે.

આંકડાના દુધને થોડા કાળા તલ સાથે ખુબ વાટો જ્યારે પાતળા લેપ જેવું થઇ જાય તો તેને ગરમ કરીને દુખાવાની જગ્યાએ લગાવીને સારી રીતે માલીશ કરો જેનાથી તે તેલ અંદર ઉતરી જાય અને ત્યાર પછી આંકડા ના પાંદડા ઉપર તલ નું તેલ કે સરસો નું તેલ ચોપડીને તાવડી ઉપર ગરમ કરીને તેને દુખાવાની જગ્યાએ બાંધી દો. આનાથી તરત જ ફાયદો થશે.

સોજો થવા પર તમે આંકડાનાં પાનને સોજા વાળી જગ્યા પર લગાવો. સોજો વાળી જગ્યા પર આ પાન રાખવાથી સોજો એકદમ દૂર થઈ જાય છે. આંકડાનાં પાન લઈને તેને સોજા વાળી જગ્યા પર સરસવનાં તેલમાં ગરમ કરીને લગાવો. સોજામાં ખૂબજ આરામ મળી જશે. આ ઉપાય દિવસમાં 4 વખત કરવો.

ખાંસી થવા પર તમારે આંકડાનાં ફૂલનો પાવડર બનાવી લેવો અને આ પાવડરને હળવા ગરમ પાણીમાં ઉમેરીને તેનું સેવન કરવું. આ પાઉડર ખાવાથી ખાંસી એકદમ દૂર થઈ જાય છે. શરદી થવા પર આ પાવડરનું સેવન કરવામાં આવે તો શરદી માંથી પણ છુટકારો મળે છે.

લોકોને ખૂબ ઓછુ સંભળાવાની ફરિયાદ રહેતી હોય તેમણે આંકડાના પીળા પાનને લઈને તેને પાણીમાં ઉકાળીને તેનો રસ કાઢી લેવો. ત્યારબાદ આ રસનાં 3 ટીપાં દિવસમાં 3 વખત કાનમાં નાંખી લેવા. આવું કરવાથી કાનની બહેરાશ માંથી છુટકારો મળી જશે.

આંકડા ના પાન એ ખંજવાળ અને એલર્જી માટે પણ ખુબજ ફાયદાકારક છે. ચામડી માં ખંજવાળ અથવા તો ડ્રાયનેસ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તેના મુળિયા ને બાળી નાખો. હવે તેની રાખ ને કડવા તેલ માં મિક્સ કરીને જ્યાં ખંજવાળ આવતી હોય તો લગાવાથી રાહત થાય છે.

જે લોકોને પાઈલ્સની સમસ્યા હોય તે લોકોએ આંકડાનાં અમુક પાન તોડી લેવા અને આ પાનને તડકામાં યોગ્ય રીતે સૂકવી લેવા. જ્યારે આ પાન સુકાઈ જાય તો તેને સળગાવવા અને તેનો ધુમાડો પ્રભાવિત જગ્યા પર લેવો. આકડાનાં પાનનો ધુમાડો લેવાથી પાઈલ્સમાં રાહત મળે છે અને આ દર્દમાંથી છુટકારો મળે છે. આ ઉપાય એક સપ્તાહ સુધી કરવાનો રહેશે.

આંકડાના પાંદડાઓના ધુમાડા દ્વારા બવાસીર દુર થાય છે. આંકડાના પાંદડા ગરમ કરો અને તેને સારી રીતે જોડો. બળતરા દૂર થાય છે. આંકડાના મૂળની રાખના પાવડરમાં કાળા મરીનો પાવડર નાંખો અને નાની ગોળીઓ બનાવવી. આ ગોળી લેવાથી ઉધરસ દૂર થાય છે. 

આંકડાના બે ચમચી દૂધમાં ત્રણ ગ્રામ હળદર પાવડર અને ગુલાબજળ સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, તે ત્વચાને મુલાયમ બનાવે છે.

આંકડાની સુકી છાલને પીસી લો, પછી તેમાં 20 ગ્રામ ગુલાબ જળ મિક્સ કરો અને 5 મિનિટ સુધી રહેવા દો. પછી આંખોમાં આ મિશ્રણના 3 થી 4 ટીપાં નાખો. આનાથી આંખોની લાલાશ, ભારેપણું, આંખનો દુખાવો અથવા ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર થાય છે. 

વાળ ઓછા થઈ ગયા હોય કે ટાલ પડી ગઈ હોય ત્યાં આંકડાનું દૂધ લાગવાથી નવા વાળ ઉગવામાં મદદ કરે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આંકડાનું દૂધ આંખમાં ના જવું જોઈએ, નહિ તો આંખ ને નુકશાન થાય છે.

ઘૂંટણમાં થઈ રહેલા દુખાવાને દૂર કરવામાં પણ આંકડાનાં પાન લાભકારી માનવામાં આવે છે. જે લોકોને ઘુંટણમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમણે પોતાના ઘુટણ પર આંકડાનાં પાનનો લેપ લગાવવો જોઈએ. તે લેપ લગાવવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.

Post a Comment

0 Comments