શતાવરી એ જડીબુટ્ટી ની રાણી કહેવાય છે, તે 100% રોગો નો રામબાણ ઈલાજ છે જાણો ખાસ...

શતાવરી ને જડીબુટ્ટીઓ ની રાણી કહેવામાં આવે છે. શતાવરી એ શરીરના દરેક રોગોમાં ખુબજ ફાયદો કરે છે. શતાવરી વેલાવાળી અને કાંટા સ્વરૂપે જોવા મળે છે. તેના મૂળ ઝુંખમાં અને ઘણા બધા હોય છે. તેનો ગુણ શીતળ અને વાત પિત્ત નાશક છે. તેમાં રહેલું ન્યુકોસીનને કારસીનોજન ને દૂર કરે છે આથી હડકાનું કેન્સર થતુ નથી.

તે શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. લોકો એવું કહે છે કે દુનિયાના કલ્યાણ માટે નારી બનાવી છે અને નારી કલ્યાણ માટે શતાવરીનું નિર્માણ કર્યું છે. તે મહિલાઓ ના સ્વાસ્થ માટે શતાવરી ખુબજ ફાયદાકારક છે.

તે મહિલાઓના પ્રસુતિ સમયે ધાવણ ન આવતું હોય ત્યારે શતાવરી ના પાઉડર ને ગાય અને બકરી ના દૂધ સાથે લેવાથી ખુબજ ફાયદો થાય છે.

નાની અને મોટી શતાવરી જોવા મળે છે તેમાં ખાસ કરીને નાની શતાવરી દરેક જગ્યાએ જોવા મળે છે. મોટી શતાવરી મધુર અને કડવી હોય છે તેનો ઉપયોગ ચૂર્ણ બનાવવા માટે કરવામાં આવે છે. તે બળ, તથા ધાવણ વધારનાર છે. તે ઉપરાંત વાયુ, રક્તવિકાર અને પિત્ત ને હરનાર છે.

જે લોકોને દુખતા હરસ અને મસા હોય તેવા લોકોએ સાકર અને શતાવરી નાખીને પિવાથી ખુબજ લાભ થાય છે. જો મુત્ર માર્ગે લોહી પડતું હોય તો શતાવરી, ગોખરુ અને સાકર ને પાણી માં નાખી ઉકારી પીવાથી આરામ થાય છે. તે મૂત્રાશયની શુધ્ધિ કરવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે.

કિડનીમાં સોજો આવ્યો હોય તો ગોખરુ અને શતાવરી લેવાથી ફાયદો થાય છે. જે લોકોમાં ઓછું ધાવણ આવતું હોય તે લોકોએ તેમણે શતાવરીનું ચૂર્ણ દૂધ સાથે પીવાથી ધાવણ ફૂલ આવે છે. શતાવરી નો દૂધપાક બનાવીને પણ લઈ શકાય છે.

ફેફસાને લગતી નાની મોટી બીમારી ને લઇ ને દૂધમાં સાકર અને શતાવરી ઉકારીને લાંબા સમય સુધી પીવાથી ફાયદો થાય છે. જે વ્યક્તિ માં રતાધરાપણું આવ્યું હોય તેમને શતાવરીના પાન ને ઘીમાં વધારી ખાવાથી દૂર થાય છે. મોઢામાં, હોજરીમાં કે હોજરીના છેડે રહેલા ચાંદા ને દૂર કરવા માટે શતાવરીના ચૂર્ણ ને લેવાથી ફાયદો થાય છે.

શતાવરી નું ચૂર્ણ, મૂળિયાં અને ગાય ના ઘી માં પાણી નાખીને મિક્સ કરી પાણી ઉડી જાય ત્યાં સુધી ગરમ કરવાથી તેનો ઉપયોગ કરવાથી પણ જીર્ણ તાવ ફેફસા, વાયુ, ચાંદા વગેરેમાં ખુબજ રાહત થાય છે.શતાવરી નું સેવન કરવાથી આયુષ્ય વધે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

તેનાથી વજનમાં વધારો થાય છે તથા શતાવરીને દૂધ અને સાકર સાથે લેવાથી શરીરમાં શક્તિ આવે છે અને તાકાતમાં વધારો થાય છે. તેમાંથી મળતા તેલ ને સ્રીઓના પ્રદર માટે ખૂબ ફાયદાકારક છે. સાંધાના દુખાવા અને સાંધા જકડાઈ જવા માટે ખૂબ જ ફાયદો કરે છે.

શતાવરી, જેઠીમધ અને સાકરને ને પાણીમાં ગરમ કરી પાણી બળી જાય પછી તેને પીવાથી ગળાના ચાંદા, મોં, હોજરી તથા ગર્ભાશયના ચાંદા ને દૂર કરવામાં શતાવરી ખૂબ જ લાભદાયક છે.

ગોળ, લસણ, મૂળો, ડુંગરી, બાજરી, હિંગ, રાઈ વગેરે વસ્તુઓ છોડી દેવી જોઈએ અને સાદો ખોરાક લેવો જોઇએ. જેનાથી કસુવાવડ અટકે છે.

Post a Comment

0 Comments