તમારી પાસેથી વસૂલવામાં આવતો ટ્રાફિક દંડ કોના ખાતામાં જાય છે, શું તમે જાણો છો?


1 સપ્ટેમ્બરથી મોટાભાગના રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નવો નિયમ લાગૂ થયા બાદ મોટા દંડની વસુલીના સમાચારો ચર્ચામાં આવી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં એક ટ્રકનું 2 લાખથી વધારે ચલણ ફાડવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટુ ચલણ છે. આ સમાચાર બાદ તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે, આખરે કોના ખાતામાં આ ચલણની રકમ જાય છે. તો અમે જણાવીશું તમને આ પ્રશ્નનો જવાબ.


કોઈ પણ રાજ્યમાં ટ્રાફિક નિયમ તોડ્યા બાદ આપવામાં આવતા ચલણની રકમ રાજ્યના ખાતામાં જાય છે. માનીલો કે, ઉત્તર પ્રદેશમાં કોઈ ગાડીનું ચલણ ફાડવામાં આવ્યું તો ચલણની રકમ તે રાજ્યના પરિવહન મંત્રાલયના ખાતામાં જશે. કેન્દ્ર સાશિત પ્રદેશોના મામલામાં આ રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે.


દિલ્હીમાં અલગ છે નિયમ: જોકે, રાજધાની દિલ્હીમાં ચલણને લઈ નિયમ થોડો અલગ છે. દિલ્હીની ટ્રાફિક પોલીસ કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે, જ્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દિલ્હી સરકાર અંતર્ગત આવે છે. આ કારણથી રાજધાની દિલ્હીમાં ટ્રાફિક પોલીસ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, બંનેને ચલણ આપવાનો અધિકાર છે.


કોર્ટમાં મામલો પહોંચતા શું થાય છે ?

કેટલાક મામલામાં આ રકમ કોર્ટમાં જમા કરવામાં આવે છે. આજતકના એક રિપોર્ટ અનુસાર, આ પ્રકારની સ્થિતિમાં આ રકમ રાજ્ય સરકારને જ આપવામાં આવે છે. પરંતુ, દિલ્હી સહિત કેન્દ્ર સાશિત પ્રદેશોના મામલામાં આમાં ફેરફાર થાય છે.


રાજધાની દિલ્હીના મામલાની વાત કરીએ તો, અહી ચલણ જો દિલ્હી પોલીસ આપે છે તો તે રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. આજ પ્રકારે જો સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ચલણ આપે છે તો, આ રકમ દિલ્હી સરકારના ખાતામાં જાય છે.


નેશનલ હાઈવે પર આપવામાં આવતુ ચલણનું શુ થાય છે?

જો નેશનલ હાઈવે પર કોઈ ગાડીને ચલણ આપવામાં આવે તો, આ રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. જ્યારે, સ્ટેટ હાઈવે પર આપવામાં આવતું ચલણ રાજ્ય સરકારના ખાતામાં જાય છે.

રાજધાની દિલ્હીના મામલામાં અહીં પણ નિયમમાં થોડો ફેરફાર છે. દિલ્હીના મામલામાં એ જોવામાં આવે છે કે, ચલણ ટ્રાફિક પોલીસે આપ્યું છે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ. કેટલીક વખત આપવામાં આવતા ચલણને સેફ્ટી ફંડ બનાવી કલેક્ટ કરવામાં આવે છે.

Post a Comment

0 Comments