ઠંડીની સિઝનમાં જરૂર ખાસો આ પાંચ વસ્તુ, બીમારી રહેશે કોસો દૂર


વરસાદે ફરી એકવાર દેશમાં ઠંડી વધારી દીધી છે. ઠંડા પવનના કારણે લોકોને ફ્લૂ, ઇન્ફેક્શન, શર્દી અને તાવ જેવી બીમારીના સરળતાથી શિકાર થઇ જાય છે. એવામાં તમારા શરીરને ગરમ અને ઇન્ફેક્શનથી દૂર રાખવુ તે કોઇ પડકારથી ઓછું નથી.

આવો જાણીએ કે ઠંડીમાં એવી વસ્તુનો ઉપયોગ કરવાથી જેનાથી તમારુ શરીર ફક્ત ગરમ જ નહીં પરતું ફ્લૂ અને ઇન્ફેક્શનથી પણ રહેશે દૂર.

સંતરા

સંતરામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. શિયાળામાં તડકાના કારણે ચામડીમાં જ્યાં એક તરફ વિટામીન-ડી મળે છે ત્યાં બાજી તરફ નુકશાન પણ થાય છે. આ નુકસાનની ભરપાઇ સંતરા કરી દે છે. ત્યાં સુધી સંતરા બર્ન થયેલી કેલેરીને પણ કન્ટ્રોલ કરવામાં અસરદાર છે.

આમળા

આમળામાં વિટામીન-સી વિપૂલ માત્રામાં હોય છે જે લિવર, ડાયજેશન, સ્કિન અને વાળ માટે વરદાનથી ઓછું નથી, એસિડિટી, બ્લડ સુગર લેવલ અને કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવામાં આમળા શિયાળામા શરીરને ગરમ રાખવામાં કારગર છે.

મધ

શિયાળામાં ઉધરસ-શર્દીમાં મધ અકસીર ઇલાજ છે. મધ તમારા શરીરને ગરમ રાખવાની સાખે ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે.

બદામ

વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ યુક્ત બદામ શિયાળામાં ખુબ સારૂ ફૂડ છે. દુધ કે પછી મધની સાથે શિયાલામાં તેનું સેવન વધતી ઠંડીમાં તમને રક્ષણ આપશે. તલની ચીકી કે લાડવા બનાવતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આદૂ

ઔષધીય ગુણોથી ભરપૂર આદુમાં શરીરને ઉપયોગી કેટલાય એન્ટીઓક્સીડેન્સ મળી આવે છે. તાવ, એસિડિટી, શરદી અને ખરાબ પાચનશક્તિમાં આદુવાળી ચા રામબાણ ઇલાજ માનવમાં આવે છે.

Post a Comment

0 Comments