આજે જ ઘરે બનાવી લો સ્પેશ્યલ સુરતી લોચો, ઠંડીમાં ખાવાની ખૂબ મજા પડી જશે


સુરત નો પ્રખ્યાત સુરતી લોચો તો બધા જનતા જ હશો પરંતુ જો સવાર સવાર માં સુરતી લોચો નાસ્તા માં મળી જાય તો તો વાત જ કૈક અલગ હોય છે તો ચાલો આજે આપણે સુરતી લોચો ઘરેજ બનાવીએ અને જાણીએ તેની રેસિપી તો આજે જ ઘરે બનાવો અને જાણો તેની રેસિપી સરળ રીત.

સામગ્રી
 • દોઢ કપ ચણાદાળ
 • અડધો કપ અડદની દાળ
 • બે મોટી ચમચી તેલ
 • એક બે લીલી મરચી
 • 1 ચપટી હિંગ
 • 1/4ચમચી હળદર
 • સ્વાદ અનુસાર નમક
 • ૧ નાની ચમચી ઈનો
 • અડધી ચમચી મરી
 • અડધી નાની ચમચી લાલ મરચું પાવડર
સર્વ કરવાની સામગ્રી
 • અડધો કપ બારીક કાપેલી ડુંગળી
 • અડધો કપ લીલી ચટણી
 • એક મોટી ચમચી લીલા ધાણા બારીક કાપેલા
 • ૪ થી ૫ લીલી મરચી
 • 1 મોટી ચમચી લીંબુનો રસ
 • એક કપ બારીક સેવ
બનાવવાની રીત

ચણા અને અડદ બન્ને દાળને સારી રીતે ધોઈ નાખો અને અલગ અલગ પાણીમાં ૫ થી ૬ કલાક માટે પલાળીને રાખી મૂકો. પલાળ્યા પછી બંને દાણો માંથી પાણી કાઢી લો અને દાળને અલગ રાખી મૂકો.

અડધો કપ પૌવાને અડધા કલાક પહેલા પલાળી રાખી મૂકો. હવે ચણાની દાળને આવશ્યકતાનુસાર પાણી નાખીને દાણાદાર પીસી લો અને એક અલગ મોટા વાસણમાં કાઢી લો.

હવે અડદ ની દાળ અને પલાળેલા પૌવા ને એક સાથે બારીક પીસી લો અને આ મિશ્રણ ને પણ ચણાની દાળ મિશ્રણમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો.

હવે આ મિશ્રણ મા લીલી મરચી, હિંગ અને હળદર પાઉડર, નમક અને ૨ નાની ચમચી તેલ નાખીને મિક્સ કરી નાખો. જરૂરના અનુસાર પાણી ભેળવીને ઢોકળા જેવું મિશ્રણ તૈયાર કરી લો.

સુરતી લોચો પકાવવા માટે સ્ટીમર અથવા તો કોઈ પણ મોટા કુકરમાં ત્રણ થી ચાર કપ પાણી નાખીને ખુબજ ઉંચી તાપ ઉપર ગરમ કરો.

હવે કોઇપણ બીજા બાઉલ અથવા તો વાસણ જે કુકર અથવા તો સ્ટીમરમાં આવી જાય તેને તેલ લગાવીને સારી રીતે ચીકણું કરી લો. મિશ્રણમાં ઈનો ફ્રુટ સલાડ નાખીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ ચીકણા કરેલા વાસણ ને તેમાં મૂકો અને સરખું હલાવીને બરાબર કરી લો. સાથે જ ઉપરથી લાલ મરચું પાવડર અને મરી પાવડર છાંટી દો.

મોટા વાસણમાં રાખેલું પાણી જ્યારે ઉકળવા લાગે તો જાળીવાળા સ્ટેન્ડ રાખીને મિશ્રણ વાસણ રાખી દો. સ્ટીમર અથવા કુકર ને ઢાંકીને 10 મિનીટ સુધી પાકવા દો. જો કુકર રાખેલું હોય તો કુકરમાંથી સિટી અને રબર કાઢી લો.

હવે સુરતી લોચો પાકી ગયો છે તે ચેક કરવા માટે તેમાં ચાકુ નાખીને જુઓ. જો મિશ્રણ ચાકુ પર ચોંટે નહીં તો સમજી લો કે સુરતી લોચો બનીને તૈયાર છે નહીંતર થોડીવાર માટે તેમને પાકવા દો.

તેમને ગરમાગરમ એક પ્લેટમાં કાઢીને ચમચીની મદદથી ફેલાવી દો. હવે તેમના ઉપર ચારે બાજુ લીંબુનો રસ એક બે ચમચી લીલી ચટણી, થોડા એવા લીલા ધાણા અને બેથી ત્રણ ચમચી સેવ નાખી દો.

લાલ મરચું અને મરી પાઉડર ને ભભરાવીને લીલી મરચી સજાવીને પરોસો.

Post a Comment

0 Comments