સેક્સ ન કરવાથી વહેલા શરૂ થાય છે મેનોપોઝની સમસ્યાઓ


જે મહિલાઓ નિયમિત સંભોગ કરે છે તેમનું માસિક નાની ઉંમરમાં બંધ થવાની સમસ્યા ઘટી જાય છે. એટલે કે તેમને મેનોપોઝ ઝડપથી શરૂ થતા નથી. સપ્તાહમાં એકવાર સેક્સ કરનાર મહિલાઓમાં મેનોપોઝ શરૂ થવાની સંભાવના મહિનામાં એક વાર સંભોગ કરતી સ્ત્રી કરતાં 28 ટકા ઓછી હોય છે. એક શોધમાં આ જાણકારી મળી છે. શોધકર્તાઓનું કહેવું છે કે સંભોગ એવી સ્થિતિ છે જેમાં શરીરને સંકેત મળતા રહે છે કે હજી પણ ગર્ભવતી થવાની શક્યતાઓ છે.

શોધમાં કહેવાયું છે કે જે મહિલાઓ મિડ લાઈફમાં નિયમિત સંભોગ કરતી નથી તેમનામાં ઝડપથી મેનોપોઝના લક્ષણો જોવા મળે છે. આ તારણ જણાવે છે કે કોઈ મહિલા યૌન સંબંધ નથી બનાવતી અને ગર્ભધારણની કોઈ શક્યતાઓ નથી તો શરીર ઓવ્યૂલેશન બંધ કરી દે છે. 

આ પ્રક્રિયાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. તેના કારણે શરીરમાં બીમારી થવાની સંભાવના પણ વધી જાય છે. આ તારણ મહિલાઓને પુછેલા પ્રશ્નોના આધારે કાઢવામાં આવ્યું છે. મહિલાઓને કેટલા સમયે સંભોગ કર્યો અને કામોત્તેજના સંબંધીત અન્ય પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. તેમાં સ્પર્શ, હસ્ત મૈથુન જેવી બાબતો વિશે પણ પુછવામાં આવ્યું હતું.

મેનોપોઝ એ સ્થિતિને કહેવાય છે કે જેમાં મહિલાઓને માસિક ધર્મ આવવાનું બંધ થઈ જાય છે. આ સ્થિતિને પ્રજનન ક્ષમતાનો અંત માનવામાં આવે છે. શોધના રીપોર્ટને પ્રકાશિત પણ કરવામાં આવ્યા છે.

Post a Comment

0 Comments