ખાલી પેટે ગોળ-જીરાનું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા


આપણે રસોડામાં જીરાનો ઉપયોગ કરતા હોઇએ છીએ. આ સાથે આયુર્વેદમાં ગોળનાં પણ અનેક ફાયદા જણાવવામાં આવ્યાં છે. જીરું અને ગોળ શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાથી મળનારા ખનિજ પદાર્થ અને પોષક તત્વ લાલ રક્તકણો વધારવામાં મદદ કરે છે. જીરાના પાણીમાં ગોળ નાખીને પીવાથી લોહીની ઉણપની સાથે શરીરમાં ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે. રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ જીરા અને ગોળનું પાણી પીવાથી ઘણાં ફાયદા થાય છે. તો આવો જાણીએ જીરા ગોળનું પાણી કઇ રીતે બનાવાય અને તેને પીવાથી કેવા કેવા ફાયદા થાય છે.

આ રીતે બનાવો ગોળ જીરાનું પાણી.

એક વાસણમાં બે કપ પાણી લઈ તેને મીડિયમ આંચ પર ગરમ કરવા મૂકો.
ત્યારબાદ અંદર એક ચમચી સમારેલો ગોળ અને એક ચમચી જીરું નાખી બરાબર ઉકાળો.
પાણી ઉકળીને લગભગ અડધું થઈ જાય એટલે ગેસ બંધ કરી પાણીને ગાળી લો અને તેનું સેવન કરો.

જાણો ફાયદા

એક ગ્લાસ પાણીમાં 1 મોટી ચમચી જીરું અને ગોળ મિક્સ કરીને ઉકાળી લો. રોજ તેનું સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે.

ગોળ અને જીરાનું પાણી શરીરમાં લોહીની ઊણપને ઘટાડે છે. જેથી એનીમિયાનો ખતરો દૂર થાય છે.

જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે. રોજ સવારે 1 ગ્લાસ જીરું અને ગોળનું પાણી તમે ડાયેટમાં સામેલ કરી શકો છો.

માથાનાં દુખાવાની સમસ્યામાં ગોળ-જીરાનું પાણી રામબાણ ઈલાજ છે.

એક અભ્યાસ પ્રમાણે, ગોળ-જીરાનું પાણી પીવાથી તાવમાં પણ આરામ મળે છે.

ગોળ અને જીરાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

મહિલાઓમાં માસિક સમયે ગોળ-જીરાનું પાણી પીવાથી દુ:ખાવામાંથી રાખત મળે છે.

ગોળ-જીરાનું પાણી પીવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.

શિયાળામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે. જેથી દરરોજ એક ગ્લાસ જીરાના પાણીમાં ગોળ, પીઠ, કમર અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.

Post a Comment

0 Comments