ઘરેજ બનાવો હોટેલ જેવું ચણા મસાલા શાક, નોંધી લ્યો રેસિપી


જો તમારા ઘરમાં શાકભાજી ન હોય અને તમે કંઇક મસાલેદાર અને તીખું બનાવવા માંગતા હો તો તમે ચણા મસાલા ઘરે બનાવી શકો છો. તેને બનાવવું ખૂબ જ સરળ છે. અને તે ૧૦ મિનિટમાં તૈયાર થઈ જાય છે. ચણા મસાલા એ ભારતની પ્રિય વાનગીઓમાંની એક છે. તમે તેને રોટલી, નાન વગેરે સાથે પણ ખાઈ શકો છો.

તો ચાલો જોઈએ કે ચણા મસાલા કેવી રીતે બનાવવામાં આવે છે અને તેને બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે….

જરૂરી સામગ્રી: -

ચણા - ૧૦૦ ગ્રામ

તેલ - ૩ ચમચી

જીરું - ૧/૨ ચમચી

કરી પત્તા - ૫-૬

ડુંગળી -૧

લીલા મરચા - ૩

આદુ લસણની પેસ્ટ - ૧/૨ ચમચી

મરચાંનો પાઉડર - ૧ ચમચી

ધાણા પાવડર - ૧/૨ ચમચી

મીઠું - સ્વાદ અનુસાર

ગરમ મસાલા - ૧ ચમચી

નાળિયેર પાવડર - ૧ ચમચી

લીંબુનો રસ - ૨ ચમચી

કોથમીર પત્તા

ચણા મસાલા બનાવવાની રીત: -

સૌથી પહેલા ચણાને ૪-૫ કલાક સુધી પલાળી દો પછી ગેસ પર કડાઈ મૂકી તેમાં તેલ અને જીરું નાખો.

ત્યારબાદ તેમાં કરી પત્તાનાં પાન નાંખો અને ત્યારબાદ તેમાં ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને થોડી વાર શેકી લો.

પછી તેમાં આદુ લસણની પેસ્ટ, મરચું પાવડર, ધાણા પાવડર, અને થોડું મીઠું નાંખો અને થોડીવાર તળી લો.

ત્યારબાદ તેમાં ચણા ઉમેરીને શેકી લો.

હવે તેમાં થોડું પાણી નાખો.

ત્યારબાદ તેમાં નાળિયેરનો પાઉડર અને ગરમ મસાલો નાંખો અને તેને ઢાંકીને ૫ મિનિટ સુધી પકાવો.

પછી તેમાં લીંબુનો રસ અને નાળિયેરનો પાઉડર નાખો અને ગેસ બંધ કરો.

હવે તમારા ચણા મસાલા તૈયાર છે. જો તમે ઈચ્છો તો તેમાં થોડું દહીં પણ ઉમેરી શકો છો, હવે તમે તેને ગરમ-ગરમ પુરી અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકો છો.

Post a Comment

0 Comments