શું તમારા સ્માર્ટફોનની બેટરી વધારે નથી ચાલતી? તો અજમાવો આ ટિપ્સ


જ્યારે તમે સ્માર્ટફોનમાં કોઈ વીડિયો કે સોન્ગ સાંભળો છો તો તમારા મોબાઈલની બેટરી જલ્દીથી ખતમ થવા લાગે છે, પરંતુ હવે એવું નહીં થાય. લેટેસ્ટ એન્ડ્રોઈડ સ્માર્ટફોન જ્યાં નવા-નવા ફીચર્સ અને સારા હાર્ડવેરની સાથે આવે છે, તો બીજી તરફ બેટરીમાં વધારે ઈમ્પ્રુવમેન્ટ જોવા નથી મળ્યું. આ જ કારણ છે કે સારાથી સારા સ્માર્ટફોન પણ એક દિવસથી વધારે બેકઅપ આપતી નથી. એવામાં જો તમે લાંબા રૂટની મુસાફરી કરો છો તો મોટી મુશ્કેલી પડી જતી હોય છે.
                 
પાવરબેંક એક વિકલ્પ જરૂર છે, પરંતુ થોડા સમય બાદ તેને પણ ચાર્જ કરવાની જરૂર પડતી હોય છે. તમારા અન્ડ્રોઈડ સ્માર્ટફોનની બેટરીનો મોટો ભાગ એવી એપ્સ અને પ્રોસેસના કારણે ખર્ચ થઈ જાય છે, જેને તમે ઉપયોગમાં જ નથી લેતા હોતા. તેવી જ રીતે ઘણી બધી એવી ટિપ્સ છે જેના લીધે બેટરી બેકઅપ વધારી શકાય છે.

એન્ડ્રોઈડ 6.0 બાદ ઓપરેટિંગ સિસ્ટમમાં એક ખાસ મોડ આવી ગયો છે જેમાં તમારા સ્માર્ટફોનમાં ઉપયોગ ન થતી એપ્સને બેકગ્રાઉન્ડમાં બંધ કરી દે છે. જેના કારણે બેટરી બેકઅપ વધી જાય છે. તેના માટે સેટિંગ્સમાં એપ્સ એન્ડ નોટિફિકેશન અને સ્પેશિયલ એપ એક્સેસમાં જઈને તમારે બેટરી ઓપ્ટીમાઈજ સિલેક્ટ કરવાનું રહેશે. અહિંયા તમને જોવા મળશે કે ડોઝ મોડમાં કયા એપ્લિકેશનને ઓપ્ટિમાઈઝ કરવા છે તેને સિલેક્ટ કરવાનું રહેશે. જેને લીધે તે એપ બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ થતી બંધ થઈ જશે.

પ્લે સ્ટોરમાં ઘણી એવી એપ્સ છે જે બેટરીને બચાવવાનો દાવો કરે છે અને તેમાં ઘણી સફળ પણ હોય છે. AccuBattery અને Greenify એવા જ એપ્સ છે. તમે જાતે જ ગ્રીનીફાઈડમાં બિનઉપયોગી એપ્સને એડ કરી શકો છો. સૌથી જરૂરી અને સારી રીત તમારે સ્માર્ટફોનના એપ ડ્રોરમાં જઈને એપ્સને અનઈન્સ્ટોલ કરી દેવાનું હોય છે. ફોનમાં જેટલા ઓછા એપ હશે એટલી જ બેટરી વધારે ચાલશે.

Post a Comment

0 Comments