આ વસ્તુઓ ભૂલથી પણ જમીન પર ન મુકતા, નહીં તો છીનવાઇ જશે તમારી સુખ-સમૃદ્ધી


બ્રહ્મવૈવર્ત પુરાણ વેદમાર્ગનું દસમું પુરાણ છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું વિસ્તૃત વર્ણન, શ્રીરાધાની ગૌલોક લીલા અને અવતાર લીલાનું સુંદર વિવેચન કરવામાં આવ્યું છે.આ પુરાણમાં બ્રહ્મખંડ, પ્રકૃતિ ખંડ, શ્રી કૃષ્ણ ખંડ અને ગણેશ ખંડ એમ ચાર ખંડો છે.

અગાઉ ભાગમાં પૂજાની કેટલીક અગત્યની વિધિઓની વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી છે. જેને જીવનમાં ઉતારીને આપણે સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકીએ છીએ. બ્રહ્મવૈવર્ત અનુસાર પૂજા કરવાની કેટલીક વસ્તુઓ એવી છે. જેને કદી સીધેસીધી જમીન પર ના મુકવી જોઈએ


1. દીવો

દીવાને કદી સીધો જમીન પર ના મુકવો જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ વધે છે. દીવાને સીધો જમીન પર મુકવાને બદલે ચોખાના ઢગલા પર મુકવો યોગ્ય ગણાય છે.


2. સોપારી

સોપારીનું પૂજામાં ખાસ મહત્વ હોય છે. એને પાન સાથે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. સોપારીને પણ સીધી જમીન પર મુકવાની મનાઈ છે. પૂજા વખતે આની નીચે મુકવા માટે સિક્કાનો ઉપયોગ કરી શકાય. તેથી જ હવે જ્યારે પણ સોપારીને જમીન પર મુકવી હોય તો તેને સિક્કા પર જ મુકજો.


3. શાલીગ્રામ

ભગવાન વિષ્ણુની પૂજા માટે શાલિગ્રામની પથ્થરરૂપી આકૃતિને શાલીગ્રામના નામે ઓળખવામાં આવે છે. શાલીગ્રામનો ઉપયોગ ભગવાનના પ્રતિનિધિ તરીકે એમનું આહવાન કરવા માટે કરવામાં આવે છે. શાલીગ્રામની પૂજા સામાન્ય રીતે શૈવ અને વૈષ્ણવ બંને પ્રકારના ભક્તો કરે છે. આને પણ પૂજા વખતે જમીન પર ના મુકવો જોઈએ, આને મુકતી વખતે એને સફેદ રંગના રેશમી કપડા પર મૂકવુ યોગ્ય રહેશે.

4. મણિપથ્થર

અનેક દેવી-દેવતાઓની પૂજામાં મણિ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ગ્રંથો કહે છે તેને સીધા જમીન પર ના મૂકતા સાફ- પવિત્ર કપડા પર મુકવો જોઈએ.

5. યજ્ઞોપવિત

ભારતીય ધર્મમાં વ્યક્તિગત સંસ્કાર માટે જીવનનું વિભાજન ચાર આશ્રમમાં કરવામાં આવ્યું છે. જેને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમના નામે ઓળખવામાં આવે છે. જ્યારે જીવનના પહેલા આશ્રમ બ્રહ્મચર્યમાં બાળકની યજ્ઞોપવિત કરીને એને ભણવા માટે ગુરૂકુળમાં મોકલવામાં આવતો. પૂજામાં પણ યજ્ઞોપવિત (જનોઈ)નો ઉપયોગ કરવામાં આવતો. જો કે આને પણ સીધા જમીન પર મુકવાને બદલે કોઈ સ્વચ્છ કપડા પર જ મુકવી જોઈએ.

Post a Comment

0 Comments