ગુજરાતી ફિલ્મની આ હીરોઇન જીવે છે પોતાનું જીવન કઈક આ રીતે જોઈને તમારા પણ રૂવાળા ઊભા થઈ જશે


ગુજરાતી ફિલ્મોમાં 70 અને 80 ના દાયકામાં ખુબ જ સફળ અને લોકપ્રિય અભિનેત્રી રહ્યા હતા. એમની અને ઉપેન્દ્ર ત્રિવેદી તેમ જ નરેશ કનોડિયાની જોડીએ ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી.

સ્નેહલતા હવે નિવૃત્ત જીવન ગાળે છે. એમની દીકરીનું નામ ઇન્દીરા છે અને મુંબઈમાં જ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરે છે. થોડા વખત પર એમનું અને ઉપેન્દ્ર ત્રિવેદીનું સુરત શહેર ખાતે ગુજરાતી ફિલ્મોમાં મોટો ફાળો આપવા બદલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય તેમ જ નાનકડાં પાત્ર અભિનય ‍(કેમિઓ રોલ) કર્યા છે.


આ એજ સ્નેહલતા છે જેમણે ગુજરાતી ફિલ્મ જગતમાં સારા-સારા સુપરહિટ ફિલ્મોની લાઈન લગાવી દીધી હતી. તેમણે નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઘણી ફિલ્મો કરી છે અને તે બધી જ હિટ રહી છે.


સ્નેહલતા હાલ મુંબઈમાં બાન્દ્રા વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે અને હવે ફિલ્મી જગતથી દૂર જ રહે છે. 64 વર્ષીય સ્નેહલતા થોડા વર્ષો પહેલા વઢવાણમાં તેમના સગાને ત્યાં લગ્ન પ્રસંગમાં જોવા મળેલા. તે હવે ઘણા બદલાઈ ગયા છે.


તેમની એક દીકરી ઈન્દિરા ડૉક્ટર છે. તેમને જ્યારે ટીવી પડદા પર પાછા ફરવાની વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે પોતે હવે કોઇપણ ફિલ્મ, ધારાવાહિક કે સીરિયલમાં કામ કરવા માંગતા નથી. હવે તે પૂરતો સમય પોતાના પરિવારને આપવા માંગે છે.


આમ તો લગભગ ઘણા સિતારાઓ કોઈ પ્રસંગ અથવા ઈવેન્ટમાં જોવા મળી જાય છે, પણ સ્નેહલતાની વાત કરીએ તો તેઓ જાહેરમાં આવવાનું ટાળે છે. તેઓ હાલ શું કરે છે, એ ખૂબ ઓછા લોકો જાણે છે.


લગભગ 22 વર્ષ પહેલા ફિલ્મ જગત છોડ્યા પછી, તેઓ જાહેરમાં ખૂબ જ ઓછા દેખાય છે. તેમનું કહેવું છે કે મને હવે ગ્લેમરનો કોઈ જ મોહ નથી. હું બાન્દ્રામાં મારા પરિવાર સાથે રહું છું. કોઈ પાર્ટી કે ફંક્શનમાં જતી નથી. મને મારા ફૅમિલી લાઈફથી ઘણો પ્રેમ છે.

Post a Comment

0 Comments