દશેરા પર જ્યાં અધર્મ પર ધર્મની જીત માટે દેશભરમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, ત્યાં એક ગામ એવું પણ છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. તે પણ પૂરી શ્રદ્ધા અને ભક્તિ-ભાવથી. વર્ષોથી ચાલી આવેલી આ પરંપરાને ગામવાસીઓ શ્રદ્ધાથી નિભાવે છે. એ તો ઠીક, આ ગામનું નામ પણ રાવણ છે. મધ્ય પ્રદેશના વિદિશામાં આ ગામ આવેલું છે.
રાવણ નામના આ નાના ગામમાં રાવણને દેવતાઓની જેમ પૂજવામાં આવે છે. ગામમાં કોઈપણ શુભ કામ હોય, લગ્ન કે બાળકનો જન્મ સૌથી પહેલા ગામવાળા રાવણના મંદિરમાં આવીને તેની પૂજા કરે છે. ત્યાર પછી જ કામની શરૂઆત કરે છે.
દશેરા પર આ મંદિરમાં પૂજા અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે. રાવણ બબ્બાના નામથી આ મંદિર જાણીતું છે. અહીં જે કોઈ પણ પોતાના નવા વાહનની ખરીદી કરે છે, તેના પર જય લંકેશ લખાવે છે.
ગામમાં રહેનારાઓની એવી ધારણા છે કે, જો કોઈ પણ કામ શરૂ કરતા પહેલા રાવણની પૂજા કરવામાં નહિ આવે તો અવશ્ય કામમાં નડતર આવે છે.
રાવણ પૂજાને લઈને આ ગામમાં ઘણાં પ્રકારની દંતકથાઓ અને કહાણીઓ પ્રચલિત છે. ગ્રામીણોનું કહેવું છે કે, ગામમાં એક પહાડની નજીક રહેનારો રાક્ષસ, રાવણના બળને વારે વારે પડકારતો હતો અને તેની સાથે લડવા માટે લંકા જતો હતો.
0 Comments