દુનિયા નું સૌથી લાબું કબરિસ્તાન છે ચીન ની આ વિશાલ દીવાલ, જાણો તેમના રોચક તથ્યો


ચીન ની દીવાલ વિષે બધાજ લોકો જાણતા હશે વિશાલ અને અનોખી કળા થી બનેલી આ દિવાલ દેશ ના અજુબો માં શામેલ પણ છે. પરંતુ ઘણા ઓછા લોકો તેમની સાથે જોડાયેલા રોચક તથ્યો જાણતા હશે. ચીન ની દીવાલ ના આ રોચક તથ્યો તેમને કંઈક ખાસ બનાવે છે. આજે અમે તમને ચીન ની દીવાલ સાથે જોડાયેલા રોચક તથ્યો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. તો ચાલો જાણીએ.

ચીન ની દીવાલ પર દૂર થી દુશ્મનો પર નજર રાખવા માટે નિરીક્ષણ મિનારા બનાવામાં આવ્યા છે.

દીવાલ ની પહોળાઈ એટલી રાખવામાં આવી છે કે 5 ઘોડે સવાર અથવા 10 ચાલતા સૈનિક બાજુ બાજુ માં ઉભા રહી શકે.

આ દીવાલ ને ચીન ના લોકો "વાન લી છાંગ છંગ" કહે છે જેનો મતલબ થાય છે "ચીન ની વિશાલ દીવાલ"

ભલે આ વિશાલ દીવાલ નો ઉપાયોગ વિદેશી હુમલાવરો ને રોકવા માટે કર્યો હતું પરંતુ સદીઓ થી તેમનો ઉપયોગ પરિવહન, માલ તેમજ લાંબી યાત્રા ઓ માટે થતો રહ્યો છે.

આ દીવાલ હંમેશા સુરક્ષિત અને અજય નથી રહી શકી. ઘણીવાર હુમલા ખોરો એ તેના પર વિજય પ્રાપ્ત કર્યો છે અને દીવાલ ને પણ તોડી છે. વર્ષ 1211 માં ચંગેજ ખા આ દીવાલ ને તોડીને ચીન આવ્યો હતો.

આ દીવાલ લગભગ 6400 કિલોમીટર લાંબી છે. આ દીવાલ એટલી મોટી છે કે તેને અંતરિક્ષ માંથી પણ જોઈ શકાય છે.

ચીન ની વિશાળ દીવાલ પથ્થર અને માટી થી બનેલી દુનિયાની સૌથી મોટી દીવાલ છે જેને ચીન ના વિભિન્ન શાશકો દ્વારા ઉતરી હુમલાખોરો ની સુરક્ષા માટે 5 મી સદી પૂર્વ થી લઈને 16 મી સદી સુધી બનાવવા માં આવી.

આ દીવાલ ના થોડાક હિસ્સા ઓ એકબીજાથી જોડાયેલા નથી. જો બધાજ હિસ્સા ને એક બીજા સાથે જોડવામાં આવે તો દીવાલ ની લંબાઈ 8848 કિલોમીટર સુધી પહોંચી જશે.

એક અનુમાન પ્રમાણે આ દીવાલ ને બનાવવા માટે 20 થી 30 લાખ લોકો એ પોતાનું આખું જીવન લગાવી દીધું.

ચીન ની વિશાલ દીવાલ ની ઉંચાઈ બધીજ જગ્યા એ એક જેવી નથી. તેમની સૌથી વધુ ઉંચાઈ 35 ફૂટ જયારે થોડીક જગ્યા ની ઉંચાઈ 8-9 ફૂટ ઉંચી છે.

આ દીવાલ ને બનાવવા માં જે મજુર લાગેલા હતા તેમાં જે મજુર કઠોર પરિશ્રમ કરતા ન હતા તેમને આ દીવાલ માંજ દફનાવા માં આવ્યા હતા. એટલા માટે આ દીવાલ ને દુનિયા નું સૌથી મોટું કબ્રસ્તાન પણ કહે છે.

તમને જાણીને હેરાની થશે કે ભારત માં પણ એક એવી દીવાલ છે જે સીધીજ ચીન ની દીવાલ ને ટક્કર આપે છે. તેને ભેદવાનો પ્રયાસ અકબર એ કર્યો હતો પરંતુ તે સફળ ના થઇ શક્યો. આ દીવાલ ને રાજસ્થાન ના કુંભલગઢ કિલાં ની સુરક્ષા માટે બનાવવા માં આવી હતી. તેમનું નિર્માણ 1443 માં શરુ થઈને 1458 માં પૂર્ણ થયું.

ચીન ની દીવાલ પર ફક્ત 5 ઘોડાંજ બાજુબાજુ માં ચાલી શકે છે પરંતુ કુંભલગઢ ની દીવાલ પર 10 ઘોડા બાજુબાજુ માં ચાલી શકે છે.

કુંભલગઢ કિલાં ની સુરક્ષા દીવાલ ની લંબાઈ 36 કિલોમીટર છે. ચીન ની દીવાલ થી 588 ગણી નાની હોવા છતાં પણ તે દુનિયાની બીજી સૌથી મોટી દીવાલ છે.

Post a Comment

0 Comments