તમારી પાસે 2005ના વર્ષ પહેલાની કાર છે તો આ વાંચી લેજો


દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કર્યા પછી કેન્દ્ર સરકાર હવે 2005 પહેલા નોંધાયેલા વાહનોને લઇને પણ કડક નિર્ણય લઇ શકે છે. વાહન જંક પોલીસીને કેબીનેટની મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. જો આ પોલીસીને મંજૂરી આપવામાં આવશે તો 2005 પહેલાના રજીસ્ટ્રેશ થયેલા વાહનો લોકો માટે ખર્ચાળ શાબિત થશે. હાલ 2005 પહેલા નોંધાયેલા વાહનોની સંખ્યા 2 કરોડ કરતા વધારે છે.

જંક પોલિસીને કેબિનેટની મંજૂરી મળે છે, તો આ બે કરોડ વાહનોનાં માલિકોને વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું અને વાહનનું ફીટનેશ મેળવવું મોંઘુ પડી શકે છે.


એક રિપોર્ટ અનુસાર વર્ષ 2005 કરતા પહેલા રજીસ્ટ્રેશન થયેલા જૂના વાહનો નવા વાહનો કરતા 10%થી 25% વધારે પ્રદુષણ કરે છે. આ ઉપરાંત આ વાહનોનો ઉપયોગ કાળજી પૂર્વક ન કરવામાં આવ્યો હોય તો તે વધારે પ્રદુષણ ફેલાવશે અને તે માર્ગ સલામતી માટે પણ નુકશાન કારક છે. આ બાબતે થોડા દિવસો પહેલા કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઈ-વે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા સૂચિત નીતિ પર બનાવવામાં આવેલી કેબીનેટનોટને મંજૂરી આપવામાં આવી છે.

સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર આ પ્રસ્તાવિત નીતિમાં ખાનગી વાહનોની નોંધણી ફી અને સર્ટીફીકેશનના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાત 2005 પહેલા રજીસ્ટ્રેશન થયેલા વાહનોને રસ્તા પરથી દૂર કરવા માટે પણ આ નીતિમાં ઘણી જોગવાઈઓ હોઈ શકે છે.


આ ગાડીઓને રસ્તા પરથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવશે, તો તેના નિકાલ માટેની કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે. જે નીતિમાં વાહનમાં લાગેલી એરબેગ્સ, ધાતુ અને રબરને ઇકો ફ્રેન્ડલીથી નિકાલ કરવામાં આવશે. કારમાંથી જે ઓઈલ નીકળશે તેને જમીન પર ફેંકવાના બદલે તેનો વૈજ્ઞાનિક રીતે નાશ કરવામાં આવશે.

Post a Comment

0 Comments