કારમાં AC ચલાવો છો તો, જાણો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ


ગરમીનું પ્રમાણ ઓછું થવાનું નામ જ નથી લેતું. અને તેમાં પણ જો કારમાં એસી ન હોય તો એક કિલોમીટર ચલાવી ન શકાય. કેમકે ગરમીથી શરીર પરસેવો પરસેવો થઈ જાય છે. કેટલાક લોકો એસીનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે જરૂર હોય.

પરંતુ હંમેશાં જોવા મળે છે કે કારમાં એસી ચાલુ રાખે છે. એટલું જ નહીં ઊભેલી કારમાં પણ એસી ચાલુ રાખે છે. પરંતુ તમને ખ્યાલ નથી કે કારમાં કારણ વગરનું એસી ચાલુ રાખવાથી તેની કેટલી ખરાબ અસર પડે છે. જો તમે ગાડી ચલાવતી વખતે એસી ઓન કરીને કાર ચલાવો તો કંઈ ખાસ અસર નથી પડતી પણ જો તે 15 કિલોમીટરની માઈલેજ આપે તો કારમાં એસી ચાલુ કર્યા બાદ 13.5 kmplથી 14 kmplની માઈલેજ આપે છે. એ ઉપરાંત પણ એસી ચાલુ કરવા પર કારના પરર્ફોમન્સ પર કોઈ ખાસ અસર નથી પડતી.


આ રીતે કામ કરે છે કારમાં એસી

શહેરોમાં અસી ચાલુ કર્યા વગર મુસાફરી કરવી બહુ મુશ્કેલ બની જાય છે. કેમ કે શહેરોમાં એટલો વધારે ટ્રાફિક થઈ ચૂક્યો છે કે રસ્તા પર હિટ રહ્યા કરે છે. એવામાં એસીની ઠંડક રાહત આપે છે. પરંતુ શું તમે જાણો છો કે એસી કઈ રીતે કામ કરે છે. જ્યારે આપણે એસી ઓન કરીએ છીએ ત્યારે અલ્ટરનેટરથી મળનારી એનર્જીનો ઉપયોગ કરે છે. આ એમર્જી તેને એન્જિનથી મળે છે.


એન્જિન ફ્યૂલ ટેંકથી ફ્યૂલનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે જ્યાં સુધી કાર સ્ટાર્ટ નથી થતી ત્યાં સુધી એસી પણ ચાલુ નથી થતું, કેમકે એસી કોમ્પ્રેસર સાથે જોડાયેલા બેલ્ટ ત્યારે ફરશે જ્યારે એન્જિન ચાલશે.


હાઈવે પર કારમાં આ રીતે કરો એસીનો ઉપયોગ

જો તમે હાઈવે પર ગાડી ચલાવી રહ્યા છો તો કારની વિન્ડો બંધ કરી દો. કેમકે કારની ગતિ વધારે હોય છે એવામાં હવાનું દબાણ કારની વિન્ડમાંથી હવા અંદર પ્રવેશે છે અને ગતિ ઓછી કરે છે જેનાથી એન્જિનની ક્ષમતા ઓછી થાય છે. વિન્ડો બંદ કરીને જ એસી ઓન કરો, અવારનવાર જોવા મળે છે કે થોડી થોડી વારે વિન્ડો ઓપન કરીને એસી ચાલુ બંદ કરે છે તે બરાબર નથી. એસી ચલાવા પર કારની માઈલેજને એટલો ફર્ક નથી પડતો જેટલો વારંવાર એસી બંધ કરવા પર પડે છે.


કારમાં યોગ્ય રીતે એસીનો ઉપયોગ કરો

જો તમારી કારમાં ઓટો એસી અથવા ક્લાઈંમેટ કંટ્રોલ આપવામાં આવ્યો છે તો તમે એસીને તમે સૌથી ધીમું ઓન કરો. તેનાથી કારનું અંદરનું ટેમ્પરેચર ઝડપથી ઘટશે. થોડી વાર પછી જ્યારે કાર ઠંડી થઈ જાય તો પછી તમે તમારી જરૂરત પ્રમાણે તાપમાન વધારી ઘટાડી શકો છો. જો તમને કારમાં એસીના પરર્ફોમન્સ પર કોઈ મુશ્કેલી લાગે તો સૌથી પહેલા તેના કોમ્પ્રેશરને ચેક કરાવો સાથે કંડેનસર પણ સાફ કરાવો.

Post a Comment

0 Comments