પ્રેમમાં પાગલ 2 છોકરીઓ એ કરી લીધા એક-બીજા સાથે લગ્ન, પુત્રીની વહુને પરિવારે અપનાવાની કરી મનાય


ઉત્તર પ્રદેશની બે યુવતીઓ અચાનક ગુમ થઈ ગઈ હતી. જે બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લગભગ એક અઠવાડિયાથી, આ યુવતીઓ વિશે કંઇ ખબર નહોતી. તે જ દિવસે અચાનક પરિવારે પોલીસને બોલાવી દીકરીઓ વિશે માહિતી આપી હતી. કોલ આવતાની સાથે જ પરિવારજનો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીને જોઇને તેઓ સ્તબ્ધ થઈ ગયા. હકીકતમાં, કાનપુરના બર્રામાં રહેતી આ બંને છોકરીઓએ સમલિંગીક મેરેજ કર્યા છે. મહિલાઓએ કહ્યું કે તેમના લગ્ન એક વર્ષ પહેલા 25 ઓગસ્ટ 2019 ના રોજ બિઠુરના એક મંદિરમાં થયા હતા.


પરિવારે લગ્નનો વિરોધ કર્યો હતો અને પોલીસની મદદ માંગી હતી. પરંતુ પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇનનો નિયમોના કારણે બંને યુવતીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે તેના પરિવારને સમજાવ્યું કે તેણે પોતે જ લગ્ન કર્યા છે. પરંતુ બંને પક્ષના સબંધીઓએ પોલીસ ચોકીમાં ભારે હોબાળો મચાવ્યો હતો.


કહેવામાં આવી રહ્યું છે કે બર્રાના ગુંજન વિહારમાં રહેતી એક મહિલાએ ચોકીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેણે કહ્યું હતું કે તેની સગીર પુત્રીને તેના મિત્ર દ્વારા ફસાવાય હતી અને તેની સાથે ક્યાંક લઈ ગઈ હતી. યુવતી ઘરેથી ભાગતી વખતે તેની સાથે ઘરેણાં અને રોકડ રકમ પણ લઈ ગઈ છે. આ ઘટનાની નોંધ લઈ બર્રા ચોકીના ઇન્ચાર્જ સત્યપાલસિંહે યુવતીને તેના મોબાઈલમાં બોલાવી ચોકી પર આવવા જણાવ્યું હતું. બંને મહિલાઓ સોમવારે ચોકી પર પહોંચી હતી. આ સમય દરમિયાન બંનેએ ગળામાં જયમાલા પહેરી હતી. પોલીસને પોતાનું નિવેદન આપતી વખતે તેણે કહ્યું કે અમે એક બીજાને પ્રેમ કરીએ છીએ અને અમારા બંનેએ એક વર્ષ પહેલા મંદિરમાં લગ્ન કર્યા હતા. આ અંગે પરિવારને જાણ થતાં તેઓએ વિરોધ કર્યો હતો. આ મામલે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો પણ થયો હતો. 20 સપ્ટેમ્બરે અમે બંને ઘરેથી નીકળીને ચાલ્યા ગયા.

અમે બંને બે-ત્રણ દિવસ બિઠુરમાં રહ્યા અને એ પછી કાનપુર દેહાતમાં એક ઓળખીતાને ત્યાં ચાલ્યા ગયા. અમે હાલમાં ક્લોક ટાવરની એક હોટલમાં રોકાઈએ છીએ.


પરિવારના સભ્યોએ અપનાવાની ના પાડી

પરિવારે પુત્રીની બનેલી પત્નીને અપનાવી લેવાની ના પાડી અને કહ્યું કે મારે તેની સાથે કંઈ લેવાદેવા નથી. એટલું જ નહીં, 22 સપ્ટેમ્બરના રોજ એક પરિવારના વતી એક અખબારમાં એક જાહેરાત આવી છે, જેમાં તેઓને તેમની મિલકતમાંથી કાઢી મુક્યા છે. આ કિસ્સામાં, ચોકીના ઇન્ચાર્જનું કહેવું છે કે આ બંને પોતાની મરજીથી લગ્ન કરી શકે છે. તેની ઉંમર 18 વર્ષથી વધુ છે.

Post a Comment

0 Comments