લોકડાઉન થયા પછીથી બોલિવૂડ એક્ટર સોનુ સૂદ કોરોનાના સમયગાળામાં દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ઘણી વાર ફિલ્મોમાં વિલનનો રોલ કરનાર સોનુ સૂદ લોકડાઉનમાં લાખો પરપ્રાંતિય મજૂરો માટે હીરો તરીકે ઉભરી આવ્યા છે. લોકડાઉનના સંકટ દરમિયાન, તેઓએ માત્ર સ્થળાંતરીત મજૂરોને તેમના ઘરોમાં લાવ્યા જ નહીં, પરંતુ તેમની મૂળ જરૂરિયાતો પણ પૂરી કરી. જો કે હવે સોનુ સૂદ પરપ્રાંતિય મજૂરો ઉપરાંત અન્ય જરૂરીયાતમંદ લોકોને મદદ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાનમાં તેમણે વારાણસીના નાવિકોની મદદ કરી છે.
ચાલો તમને જણાવી દઇએ કે અભિનેતા વારાણસીના 350 નાવિકોને મદદ કરવાનું નક્કી કર્યું છે, આ બધા નાવિકો ભૂખના આરે પહોંચ્યા હતા. હકીકતમાં, તાજેતરમાં જ, ટ્વિટર પર દિવ્યંશુ ઉપાધ્યાય નામના વ્યક્તિએ સોનુ સૂદની મદદની વિનંતી કરી અને લખ્યું છે કે વારાણસીના 84 ઘાટોમાં 350 નાવડી ચલાવતા પરિવારો એક-એક દાણા માટે તરશે છે. તમે આ 350 નાવિક પરિવારોની છેલ્લી આશા છે. ગંગામાં પૂર પછી, તેમની મુશ્કેલીઓ વધી છે, કાશીમાં, તેમના બાળકોને 15 થી 20 દિવસ ભૂખ્યા સૂવું પડ્યું હતું.
દિવ્યંશુ ઉપાધ્યાય નામના વ્યક્તિએ કરેલા ટ્વિટના જવાબમાં સોનુ સુદે જવાબમાં લખ્યું છે કે વારાણસીના ઘાટના 350 પરિવારોનો એક પણ સભ્ય આજે પછી ભૂખ્યો નહિ સુવે. આજે જ સહાય પહોંચશે.वाराणसी घाटों के यह 350 परिवारों का कोई भी सदस्य आज के बाद भूखा नहीं सोएगा।आज मदद पहुँच जाएगी 🙏🇮🇳 https://t.co/yKzaw6vdcx— sonu sood (@SonuSood) September 1, 2020
ગામના બાળકોના શિક્ષણમાં મદદ કરી, સ્માર્ટફોન વિતરિત કર્યા
તમને જણાવી દઈએ કે સોનુ સૂદ છેલ્લા 5 મહિનાથી લોકોને સતત મદદ કરતા જોવા મળે છે. તાજેતરમાં જ તેમણે પંચકુલાના મોરની વિસ્તારના એક ગામના બાળકોને મદદ કરી છે. અભિનેતાએ આ વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન આપ્યા છે જેથી આ બાળકો તેમના ઘરે રહી શકે અને ઓનલાઇન વર્ગમાં જોડાઈ શકે. આ સંદર્ભે, સોનુએ એક ટ્વિટમાં કહ્યું હતું કે મારા વિદ્યાર્થીઓ માટે એક તેજસ્વી શરૂઆત મારા વર્ગની સાથે તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગોમાં હાજર થવા માટે સ્માર્ટફોન મળે છે. ભારત ભણશે તો જ ભારતનો વિકાસ થશે.
ખેડુતને ટ્રેક્ટર મોકલ્યું
તાજેતરમાં જ એક વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ખેડૂત પોતાની પુત્રીઓને બળદોને બદલે ખેતર ખેડવા જોડતો હતો. આ વીડિયો જોઇને સોનુ દિલ દુભાઈ ગયું અને તેણે ખેડૂત પરિવારને ટ્રેક્ટર મોકલીને મદદ કરી. અભિનેતાની ઉદારતાના વ્યાપક વખાણ થયા હતા.
સોનુ સૂદે શાકભાજી વેચતા સોફ્ટવેર એન્જિનિયરને નોકરી આપી…
સોનુએ હૈદરાબાદના સોફ્ટવેર એન્જિનિયરને નોકરી આપીને તેની મદદ કરી. હકીકતમાં, કોરોનાના લોકડાઉનને કારણે, યુવતીની નોકરી ચાલી ગઈ હતી અને શાકભાજીનું વેચાણ શરૂ કરવાની ફરજ પડી હતી. આ વાત સોનુ સૂદના કાન સુધી પહોંચી, પછી તેણે આ યુવતીનો ઇન્ટરવ્યૂ લીધું અને જોબ ઓફર લેટર મોકલ્યો.
0 Comments