મશહૂર હોવા છતાં પણ પડદા પર ખાસ કમાલ ના કરી શકી આ 5 અભિનત્રી, હાલ કરી રહી છે આ કામ


બોલિવૂડ અભિનેત્રી સહાના ગોસ્વામી નો જન્મદિવસ સાત મેં એ હોય છે. તેમણે વર્ષ 2006માં ફિલ્મ યુ હોતા તો ક્યા હોતા થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ સહાના ગોસ્વામી હનીમુન ટ્રાવેલ, રૂબરૂ, રોક ઓન જેવી ફિલ્મોમાં નજર આવી. ઘણી ફિલ્મો કરવા છતાં સહાના ગોસ્વામી ના મુખ્ય અભિનેત્રી તરીકે ખાસ કરિયર રહ્યું નહીં. હવે તે ફિલ્મો અને વેબસિરીઝમાં સપોર્ટીંગ કિરદાર કરતી નજર આવે છે. બોલીવુડમાં ફક્ત સહાના ગોસ્વામી જ નહીં પરંતુ એવી ઘણી અભિનેત્રી રહી છે જેમના ફિલ્મોમાં સફર લાંબે સુધી ચાલી શક્યો નહીં અને તે મોટી સફળતા મેળવી શકી નહીં. તો ચાલો આજે નજર કરીએ એવી પાંચ અભિનેત્રીઓ પર.

શમિતા શેટ્ટી


આ બોલીવુડની મશહૂર અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની બહેન છે. તેમણે બૉલીવુડ ની ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ ખાસ સફળતા મેળવી શકી નહીં. શમિતા શેટ્ટીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2000માં ફિલ્મ મોહબતે થી કરી હતી. આ એક મલ્ટીસ્ટાર ફિલ્મ હતી. શમિતા શેટ્ટી ની આ ફિલ્મ સુપરહિટ રહી ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું જેમાં તે ખાસ સફળતા મેળવી શકે નહીં. હવે શમિતા શેટ્ટી લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે.

રિંકી ખન્ના


રિંકી ખન્ના નું સફર ઘણું નાનું રહ્યું. તેમણે વર્ષ 1999માં 'ફિલ્મ પ્યાર મેં કભી કભી' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ 2003 પછી રિંકી ખન્ના એ કોઈ પણ ફિલ્મોમાં કામ કર્યું નથી. તે છેલ્લી વાર કરીના કપૂરની ફિલ્મ ચમેલીમાં નજર આવી હતી.

ટીસ્કા ચોપડા


એક મુખ્ય અભિનેત્રી તરીકે ટીસ્કા ચોપડા ને સફળતા મળી શકે નહીં. તેમણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1993માં અજય દેવગનની ફિલ્મ પ્લેટફોર્મથી કરી હતી. ત્યારબાદ ટીસ્કા ચોપડાએ હિન્દી અને સાઉથ સિનેમા માં ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ મુખ્ય અભિનેત્રીના રૂપમાં કંઈ ખાસ સફળતા મેળવી શકી નહીં. ટીસ્કા ચોપડા હવે ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ કરતી નજર આવે છે.

અમૃતા અરોડા


અમૃતા અરોડા એ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2002માં કરી હતી. આ વર્ષ તેમની ફિલ્મમાં 'કિતને દૂર કિતને પાસ' આવી હતી. આ ફિલ્મમાં અમૃતા અરોડા ની સાથે અભિનેતા ફરદીન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પછી અમૃતા અરોડા બોલીવૂડના ઘણાં ફિલ્મોમાં નજર આવી પરંતુ તેમને ખાસ સફળતા મળી શકે નહીં. તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.

લિસા રે


આ ઇન્ડો કેનેડિયન અભિનેત્રી છે. પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2001માં ફિલ્મ 'કસુર' થી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે આફતાબ શિવદાસાની મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ લિસા રે એ ઘણી ફિલ્મોમાં નજર આવી પરંતુ એક મુખ્ય અભિનેત્રી તરીકે તે દર્શકોના દિલ જીતી શકી નહીં. પરંતુ હાલ માં લિસા રે વેબ સીરીઝ ફોર મોર શોર્ટ પ્લીઝ ના સીઝન 2 માં જોવા મળી છે.

Post a Comment

0 Comments