કોઈપણ રત્નો પહેર્યા પછી જો આ વાત નું ધ્યાન રાખશો ત્યારે જ મળી શકશે તેમ નું ધાર્યું ફળ


જ્યોતિષના અનુસાર રત્નો ને પહેરવા અને ફળ પ્રાપ્ત કરવા માટે તેમના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. નિયમોનું પાલન કરવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

માણિક્ય સૂર્ય રત્ન છે. તેમને પહેર્યા પછી સૂર્ય ઉદય ના પહેલા સ્નાન કરવું. સૂર્ય સમાન નિયમિત દિનચર્યા બનાવવી. પિતાનું સન્માન કરવું. શરાબ ના પીવે, સત્ય બોલવું સાફ-સફાઈ થી રહેવું ખૂબ જ આવશ્યક છે. નહીંતર માણિક્ય કારક ની જગ્યાએ મારક સિધ્ધિ થાય છે.

મોતી ચંદ્રમા નો કારક રત્ન છે. તેમને પહેર્યા પછી માતાનું હંમેશા સન્માન કરવું જોઈએ. પીવાના પાણીને ક્યારે ગંદુ ના કરવું જોઈએ. જળનો ક્યારેય બગાડ ના કરવો જોઈએ, શરાબ ન પીવી જોઈએ, સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ.


મૂંગા મંગળ રત્ન છે. મૂંગા રત્ન પહેર્યા પછી તમે ભાઈઓ સાથે હંમેશા પ્રેમપૂર્વક જ રહો. નિયમિત વ્યાયામ કરો વીજળીની ચોરી ન કરો. રક્તદાન કરો કોઈપણ ભૂમિ ઉપર અતિક્રમણ ન કરો. બધા જ લોકોનું મંગળ કરવાની આદત બનાવી લો. મીઠી વાણીથી વાતચીત કરો શરાબને ભૂલથી પણ ક્યારેય ન પીવો.

પન્ના બુધ રત્ન છે. તેને તમે પહેર્યા પછી એ વાતોનું સદા માટે ધ્યાન રાખો કે પોતાના સંબંધીઓ સાથે પ્રેમપૂર્વક રહો, વેપારમાં ક્યારે ખોટું ન કરો, ટેક્સની ચોરી ન કરો, હીજડા લોકોનું અપમાન ક્યારેય ન કરો, લીલા વૃક્ષો ને નષ્ટ ન કરો, બાળકોને કષ્ટ ન આપો. તમારી બુદ્ધિને હંમેશા માટે સત્કર્મમાં લગાવી રાખો.

પુખરાજ ગુરુ રત્ન છે. જો તમે આ ધારણ કરો છો તો હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે પોતાના ગુરુનું ક્યારેય અપમાન ન કરો, તમારા કુળ પુરોહિત નું સન્માન કરો, ધર્મ સ્થળો પર ગંદકી ન કરો, પુસ્તકો હંમેશા સારી રીતે રાખો, દાન નો પ્રચાર કરો, સાત્વિક વિચારોનો પ્રચાર કરો, દારૂને ભૂલથી પણ હાથ ના લગાવો, કોઈ પણ ધર્મનું અપમાન ન કરો.


હીરો શુક્ર રત્ન છે. જો તમે તેને પહેરો છો તો હંમેશા આ વાતોનું ધ્યાન રાખો કે ધર્મ પત્નીનું હંમેશા માટે સન્માન કરો, ધર્મ પત્ની ને ક્યારેય પણ પોતાની વાણીથી અપમાન ન કરો, કોઈપણ બીજી સ્ત્રી સાથે સંબંધ ન રાખો, પોતાને હંમેશા સ્વચ્છ રાખો, ગાયો નું અપમાન ન કરો, બાગ બગીચાને ક્યારેય ખરાબ ન કરો અને સ્ત્રીઓનું સન્માન કરો.

નીલમ શનિનો રત્ન છે. જો તમે નીલમ રત્ન પહેરો છો તો આ વાતોનું જીવનભર પાલન જરૂરથી કરો સ્વાર્થ શક ની આદત નો હંમેશા માટે ત્યાગ કરો, તમારા સેવકોનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ, ક્યારે પણ કોઈપણ પ્રકારની ચોરી ન કરવી જોઈએ. કોઈપણ પ્રકારનું ષડયંત્રના કરવું જોઈએ. કોઈપણ ને તેમણે કામ કર્યું હોય તેમને પગાર ઓછો ન આપો.


ગોમેદ રાહુ રત્ન છે. જો તમે તેમને પહેરો છો તો આ વસ્તુ હંમેશા માટે પાલન કરો. ક્યારે પણ ગંદકી ન ફેલાવો હંમેશા સ્વચ્છતાનું ધ્યાન રાખો, સફાઈ કરમી ને ક્યારેય પણ અપમાન કરવું નહીં, સાસરીયા પક્ષ સાથે પ્રેમપૂર્વક સંબંધ રાખો, દાદા-દાદી નાના-નાની નું ધ્યાન રાખો, પાગલ વ્યક્તિને ચડાવો નહીં. ઘરમાં કચરો રાખવો નહીં અને કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં.

લહસુનીયા જો તમે તેમને ધારણ કરો છો તો હંમેશા આ નિયમોનું પાલન જરૂરથી કરવું જોઈએ.પરિવાર સાથે મધુર સંબંધ રાખો, મુક બધિર લોકો ને ક્યારેય પણ હેરાન ન કરો, કોઈપણ રોગીઓ સાથે ગુણા ન કરો. કટુ ભાષાનો પ્રયોગ ન કરો ધૂમ્રપાન ન કરો.

જો તમે કોઈ પણ રત્ન ધારણ કરો છો તો તમે ઉપરોક્ત બતાવવામાં આવેલા નિયમોનું પાલન કરો છો તો તમને રત્નો નો લાભ નિશ્ચિત થી મળે છે.

Post a Comment

0 Comments