શું તમને ખબર છે? દુનિયામાં સૌથી વધારે ઈન્કમ ટેક્સ વસૂલતા દેશ કયા છે


ભારતમાં કમાણી કરતા મોટાભાગના લોકોનું માનવું છે કે તે મોટા પ્રમાણમાં ટેક્સ ભરે છે. એક તો મોંઘવારી અને તે પરથી માર્ચ મહિનો આવતા જ ટેક્સની ચિંતા. જો કે ટેક્સ ભરવો તે દેશના વિકાસ માટે જરૂરી પણ છે. અને તેવી અનેક વસ્તુઓ છે જે તમારા ટેક્સ ભરવાના કારણે શક્ય બની છે. ત્યારે આજે અમે તમને તેવા 5 દેશો વિશે જણાવીશું જ્યાં ઇનકમ ટેક્સનો રેટ સૌથી વધુ છે. આ ચર્ચા કરતા પહેલા તમને જણાવી દઈએ કે, આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2020 રજૂ કર્યું હતું. જેમાં ઇન્કમ ટેક્સના સ્લેબને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે હવે પાંચ લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા પાંચથી દશ લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગતો હતો. જોકે, નાણા મંત્રીએ શરતોની સાથે ટેક્સમાં છૂટ આપી છે


આ લિસ્ટમાં બેલ્જિયમનું નામ 5માં સ્થાને આવે છે. અહીં 50 ટકા ઇનકમ ટેક્સ રેટ છે. જો આ તમને વધારે લાગી રહ્યું છે તો આગળ વાંચો.


નેધરલેન્ડ દુનિયાના તેવા ટોપ દેશોમાંથી એક છે જે તેના નાગરિકો પાસેથી 51.75 ટકાનો ટેક્સ લે છે. અને આ કારણે જ આ લિસ્ટમાં તેનો નંબર ચોથા સ્થાને આવે છે.


આ પછી દુનિયાના ત્રણ ટોપ ટેક્સ લેતા દેશોમાં ત્રીજા નંબરે ઓસ્ટ્રિયા આવે છે. અહીં 55 ટકા જેટલો ટેક્સ પ્રજા પાસેથી લેવામાં આવે છે.


જાપાન, જેને ઉગતા સૂરજનો દેશ પણ કહેવાય છે ત્યાં પણ લોકોને મોટા પ્રમાણમાં ઇનકમ ટેક્સ ભરવો પડે છે. જાપાનનો ઇનકમ ટેક્સ રેટ 55.95 ટકા છે. અને આ સાથે જ તે આ લિસ્ટમાં બીજા નંબરે છે..


ઉલ્લેખનીય છે કે આ તમામ જાણકારી KPMG રિપોર્ટ પરથી લેવામાં આવી છે. અને તે મુજબ દુનિયાભરમાં સૌથી વધુ ટેક્સ લેનાર દેશમાં નંબર 1 સ્થાને છે સ્વીડન. સ્વીડન તેના નાગરિકો પાસેથી 57.189 ટકા દરથી ટેક્સ લગાવે છે. જે ખરેખરમાં ખૂબ જ મોટો આંકડો છે.

Post a Comment

0 Comments