સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક એવી બનાવો મગ ની ફોતરાવાળી દાળ


મગની ફોતરાં વાળી દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. મગની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ અને ફસ્ફોરસ હોય છે. મગની દાળને ડાયેટમાં સામેલ કરવાથી હાડકા મજબૂત બને છે. તો ચાલો આજે આપણે હેલ્થી અને સ્વાદિષ્ટ મગની દાળ કેવી રીતે બનાવાય તે જોઇશું.

સામગ્રી

 • 1 બાઉલ -મગની દળ (ફોતરાવાળી)
 • 1 નંગ - ડુંગળી (સમારેલી)
 • 8-10 કળી - લસણ 
 • 1 નંગ - ટામેટું (સમારેલું)
 • 1 નંગ - લીલા મરચા 
 • 1 ચમચી - જીરુ 
 • 1/2 ચમચી- હળદર 
 • 1 ચમચી - લાલ મરચું 
 • 1/2 ચમચી - જીરા પાઉડર
 • 1 ચમચી - ગરમ મસાલો 
 • 1 ચમચી - કોથમીર 
 • સ્વાદાનુસાર - મીઠું 
 • જરિયાત મુજબ - તેલ 

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં દાળને ધોઇને બરાબર સાફ કરી લો. હવે મીડિયમ આંચ પર એક પ્રેશર કુકરમાં દાળ અને પાણી ઉમેરીને હળદર અને મીઠું મિક્સ કરી લો. હવે ઢાંકણ બંધ કરીને 4 સીટી વાગે એટલે ગેસની આંચ બંધ કરી લો. ત્યાર પછી એક કઢાઇમાં તેલ ગરમ કરી લો.

તે પછી તેમા જીરૂ ઉમેરી લો. હવે તેમા ડુંગળી, લસણ અને લીલા મરચા ઉમેરીને સાંતળી લો. ત્યાર પછી તેમા ટામેટા ઉમેરો. હવે તેમા હળદર, લાલ મરચું , જીરા પાઉડર ઉમેરી લો. મસાલાને બરાબર સાંતળી લો. જ્યારે મસાલમાંથી તેલ છૂટુ પડવા લાગે એટલે તેમા ઉકળેલી દાળ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

ત્યાર પછી તેમા સ્વાદાનુંસાર મીઠું, ગરમ મસાલો અને કોથીમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને 7-8 મિનિટ સુધી ચઢવા દો. ત્યાર પછી ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ ફોંતરા વાળી મગની દાળ.. તેને ઉપરથી ઘી ઉમેરીને સર્વ કરી શકો છો.

Post a Comment

0 Comments