અધધધ.વર્ષ દરમિયાન આટલો બધો સમય ઈન્ટરનેટ પર વિતાવે છે ભારતીય


સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કંપની વીઆર સોશિયલ અને Hootsuiteએ સમગ્ર દુનિયાભરના ઇન્ટરનેટ યુઝર્સ અને મોબાઇલ યુઝર્સને લઈને ડેટા જાહેર કર્યા છે. આ રિપોર્ટને Digital 2020 નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ડિજિટલ વર્લ્ડ, મોબાઇલ અને સોશિયલ મીડિયા પર લોકો કેવી રીતે પોતાનો સમય વિતાવે છે. આ આંકડાઓ ફક્ત જાન્યુઆરી 2020 સુધીના છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના 92 ટકા લોકો મોબાઇલથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.

4.5 અબજની પાર પહોંચી ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાભરમાં 4.5 અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યા 3.8 અબજની આંકડો વટાવી ગઈ છે. આ સ્થિતિમાં કહી શકાય છે કે, વિશ્વની 60 ટકા વસ્તી ઓલાઇન થઈ ગઈ છે. ગયા વર્ષ સુધી ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 298 કરોડ હતી. જે આ અહેવાલ પ્રમાણે, 5.19 અબજનો આંકડો પાર કરી ગઈ છે, જે ગયા વર્ષ કરતા 12.4 મિલિયન વધારે છે.

356 દિવસમાં 100 દિવસ ઈન્ટરનેટ પર પસાર કરીએ છીએ

રિપોર્ટ પ્રમાણે, એક વર્ષમાં હું અને તમે સરેરાશ 100 દિવસ ઈન્ટરનેટ પર પસાર કરીએ છીએ. સમગ્ર વિશ્વમાં દરરોજઇન્ટરનેટ પર સમય વિતવવાનો સરેરાશ સમય 6 કલાક 43 મિનિટનો છે, જે ગત્ વર્ષ કરતા 3 મિનિટ ઓછો છે. જો આપણે દરરોજ 8 કલાક સૂઈએ છીએ, તો પણ આપણે આપણી દિનચર્યાનો 40 ટકા ભાગ ઇન્ટરનેટ પર વિતાવીએ છીએ. એક અનુમાન લગાવવામાં આવ્યું છે કે, માત્ર 2020 વિશ્વભરમાં લોકો મળીને ઇન્ટરનેટ પર 1.25 અબજ વર્ષ જેટલો સમય ખર્ચ કરશે.

ક્યા દેશના લોકો ઇન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ

હવે વાત સૌથી વધુ ઇન્ટરનેટ-ઉપયોગ કરતા દેશ વિશે કરીએ, તો ફિલિપાઇન્સ આ સૂચિમાં ટોચ પર છે. ફિલિપાઇન્સ લોકો 24 કલાકમાંથી 9 કલાક 45 મિનિટ સ્માર્ટફોન પર વિતાવે છે. બીજા નંબર પર 9 કલાક 22 મિનિટની સાથે દક્ષિણ આફ્રિકા બીજા નંબર પર છે અને બ્રાઝીલ ત્રીજા નંબર પર છે. બ્રાઝિલના લોકો દરરોજ ઈન્ટરનેટ 9 કલાક અને 17 મિનિટ વિતાવે છે. ભારતમાં લોકો દરરોજ ઇન્ટરનેટ પર સરેરાશ 6 કલાક 43 મિનિટ વિતાવે છે, જ્યારે ચીનમાં વપરાશકર્તાઓ દરરોજ ઇન્ટરનેટ પર 5.50 કલાક વિતાવે છે. જાપાનના લોકો દરરોજ ઇન્ટરનેટ પર ઓછામાં ઓછા એટલે કે 4 કલાક 22 મિનિટ વિતાવે છે.

Post a Comment

0 Comments