આ છે ભારતના સૌથી રહસ્યમય રેલવે સ્ટેશન, તેના વિષે જાણી ને રુવાડા ઉભા થઇ જશે


શું તમે કલ્પના કરી શકો છો કે જો તમને કોઈ ભૂતિયા રેલ્વે સ્ટેશન પર એકલા છોડી દેવામાં આવે તો તે કેવું દ્રશ્ય હશે? તો મિત્રો, આજે હું તમને ભારતના સૌથી ભયાનક રેલ્વે સ્ટેશન વિશે જણાવીશ.


બરોગ સ્ટેશન, શીમલા

શીમલામાં બરોગ રેલ્વે સ્ટેશન બરોગ ટનલની નજીક છે. આ ટનલ કર્નલ બરોગ દ્વારા બનાવવામાં આવી હતી. કેહવામાં આવે છે કે અહીંના એક ઇજનેરે અન્ય કર્મચારીઓ સામે અપમાનિત થયા બાદ આત્મહત્યા કરી હતી. જ્યારે તે ટનલનું નિરીક્ષણ કરવા જઇ રહ્યા હતા ત્યારે તેણે પોતાને ગોળી મારી દીધી હતી. બાદમાં તે જ ટનલ નજીક તેના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે આ ટનલની આસપાસ તેની હાજરી આજે પણ છે.


રવિન્દ્ર સરોબર મેટ્રો સ્ટેશન, કોલકાતા

કોલકાતાનું રવિન્દ્ર સરોબર મેટ્રો સ્ટેશન પણ ભૂતિયા સ્ટેશનોમાંનું એક છે. એવું કહેવામાં આવે છે કે અહીં પાટા પર કૂદીને આત્મહત્યા કરનારાઓની આત્મા અહીં ફરતી રહે છે. લોકો માને છે કે જો તમારે આ મેટ્રો લાઇનની અંતિમ ટ્રેનોમાંથી કોઈ એક પર મુસાફરી કરવી પડે, તો તમે ડરામણા અને અજાણ્યા અવાજો સાંભળી શકો છો.

Post a Comment

0 Comments