હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એ રાખ્યું તેના બાળકનું નામ, આ નામથી ઓળખાશે જુનિયર પંડ્યા


તાજેતરમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ઘર ગુંજી ઉઠ્યું છે. તાજેતરમાં જ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક એ એક પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકે પોતે આ માહિતી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. પોતાની ખુશી વ્યક્ત કરતાં તેણે સોશિયલ મીડિયા પર પુત્રની તસવીર શેર કરી અને લખ્યું કે, "અમારા ઘરે બેબી બોય નો  જન્મ થયો છે ".

હાર્દિકે શેર કરેલી આ તસ્વીરમાં પુત્રનો ચહેરો જોવા મળ્યો ન હતો. જો કે, બાદમાં તેણે બીજી એક તસવીર શેર કરી, જેમાં લોકો તેમના પુત્રને જોવામાં સમર્થ રહ્યા હતા. હાર્દિકે તેના પિતા બનવા વિશે જણાવ્યું ત્યારે  સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપનારા મેસેજનો ઢગલો થયો હતો. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી તેને પિતા બનવાની શુભકામના આપી હતી.
હાર્દિકની પત્ની નતાશાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને બંને પુત્ર સાથે ઘરે આવ્યા છે. નવા માતા-પિતા બનવાની અપેક્ષાએ, હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડીએ એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં કેક હોવાને કારણે હાર્દિકના પુત્રનું નામ પણ બહાર આવ્યું છે.


પુત્રનું નામ બહાર આવ્યું છે

નોંધપાત્ર વાત એ છે કે હાર્દિક અથવા નતાશા દ્વારા તેમના પુત્રનું નામ શું રાખવામાં આવ્યું છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ કેક કંપનીએ આ વાતનો ખુલાસો કર્યો છે. ખરેખર, કેક કંપનીની લાઇવ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે, કેક પર નતાશાનું નામ અને પુત્રનું નામ પણ લખાયેલું છે. જેમ તમે ચિત્રમાં જોઈ શકો છો, કેક પર 'વેલકમ નટ્સ (નતાશા) અને અગસ્ત્ય' લખેલું છે. આ બતાવે છે કે બંનેએ તેમના પુત્રનું નામ અગસ્ત્ય રાખ્યું છે.

એક્સ બોયફ્રેન્ડને પણ અભિનંદન આપ્યા


તમને જણાવી દઈએ કે, નતાશાની માતા બનવા પર તેના પૂર્વ બોયફ્રેન્ડ રહેલા અલી ગોનીએ પણ તેમને અભિનંદન આપ્યા હતા. અલીએ ઇંસ્ટાગ્રામની સ્ટોરી પર નતાશા સાથે તેનો ફોટો શેર કરતી વખતે લખ્યું હતું કે, "અરે મમ્મી બની ગઈ. અભિનંદન ". અલીએ પણ નતાશા અને હાર્દિકને પોતાની પોસ્ટમાં ટેગ કરીને દિલ બનાવ્યું હતું. ખરેખર, નતાશા હાર્દિક પંડ્યા પહેલાં ટીવી એક્ટર અલી ગોનીને ડેટ કરતી હતી. અલી અને નતાશા ઘણા લાંબા સમય સુધી સાથે હતા, પરંતુ બંને 2015 માં છુટા પડ્યાં.

જાન્યુવારી માં કર્યું હતું પ્રપોઝ 

જ્યારે નતાશા ગર્ભવતી હતી, તે દરમિયાનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. નતાશાના બેબી શાવરની તસવીરો પણ ચાહકોને પસંદ આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે હાર્દિક અને નતાશા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ પછી, 31 ડિસેમ્બર 2019 ના રોજ, તેઓએ જાહેરમાં તેમના સંબંધોની ઘોષણા કરી. આના એક દિવસ પછી, 1 જાન્યુઆરી, 2020 ના રોજ, હાર્દિક પંડ્યા અને નતાશાની સગાઈ થઈ. હાર્દિક પંડ્યા એકદમ ફિલ્મી અંદાજમાં નતાશાને દુબઈમાં પ્રપોઝ કરતા જોવા મળ્યા હતા. નતાશા દ્વારા આનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

Post a comment

0 Comments