યુઝર્સની પ્રાઈવેસી માટે Google લાવ્યુ આ નવું ફીચર, હવે ફાઈલ શેરિંગ માટે આ વસ્તુની નહી પડે જરૂરિયાત


Google એ એન્ડ્રોયડ ડિવાઈસેસ માટે નિયરબાઈ શેર (Nearby Share) ફીચરને લોન્ચ કરી દીધુ છે. Google નું આ ફીચર એપલના એયરડ્રોપ (AirDrop) ની જેમ કાર કરે છે. તેના થકી એક એન્ડ્રોયડ ડિવાઈસની પાસેવાળી બીજી અન્ડ્રોયડ ડિવાઈસને તેજીથી ફાઈલ શેર કરી શકાય છે.

Google તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, આ એક ઈનબિલ્ટ ફીચર હશે જે એન્ડ્રોયડ 6.0 થી ઉપરના વર્ઝનવાળા ડિવાઈસ પર કામ કરશે. શરૂઆતમાં આ પસંદીદા ગૂગલ પિક્સલ અને સેમસંગ ડિવાઈસ માટે ઉપલબ્ધ રહેશે. આગામી દિવસોમાં અન્ય ડિવાઈસ માટે જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આજની તારીખમાં અન્ડ્રોય સ્માર્ટફોન્સ માટે ફાઈલ-શેરીંગ એપ્સની કોઈ ખામી નથી. પ્રખ્યાત એપ શેયરઈટ ને બેન કર્યા બાદ આ પ્રકારના ઘણી ઈન્ડિયન એપ્લ આવી ગઈ છે. એવામાં પ્રશ્ન છે કે, Googleની Nearby Share કેવી રીતે અલગ હશે.

જણાવી દઈએ કે, આ એક ઈનબિલ્ટ ફીચર હશે. એટલે કે, તેની કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂરિયાત રહેશે નહી. તેના થકી તમે ફાઈલ્સ, ફોટો, વીડિયો અને લિંક્સ વગેરે શેર કરી શકો છો. ખાસ વાત એ છેકે, આ કોઈ એક બ્રાન્ડના સ્માર્ટફોન પર નહી, પરંતુ બધા એન્ડ્રોયડ ડિવાઈસ પર કામ કરશે.

Google Nearby Shareની સૌથી ખાત વાત એ છે કે, ગૂગલે આ માટે યુઝરની પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખ્યું છે. જ્યારે પણ તમે કોઈ ડિવાઈસ સાથે ફાઇલ શેર કરશો તો સેન્ડર અને રિસીવર બંનેની માહિતી સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટ થશે. તમે કયું ઉપકરણ જુઓ છો તે પણ તમે નક્કી કરી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે બધા ઉપકરણોને મર્યાદિત શ્રેણીમાં જોઈ શકો છો અથવા તમે તમારી જાતને છુપાવી શકો છો.

Google પોતાના બ્લોગ પોસ્ટમાં જાણકારી આપી છે કે, તમે અજ્ઞાત રૂપથી ફાઈલ મોકલી શકો છો અને ફાઈલને પ્રાપ્ત પણ કરી શકો છો. તેનો મતલબ એ છે કે, તમારે કોઈ વ્યક્તિની સાથે એક વખત ફાઈલ શેર કરવા માટે તેનો કોન્ટેક્ટ સેવ કરવાની જરૂરિયાત પડશે નહી.

Post a Comment

0 Comments