આ ATM કાર્ડ પર તમને 10 લાખ રુપિયા મળે છે, જે પરત કરવાના નથી હોતા, જાણો ક્યારે મળે છે આ પૈસા


તમે હંમેશા પોતાના એટીએમ કાર્ડનો ઉપયોગ પૈસા ઉપાડવા અથવા શોપિંગ કરવા માટે કર્યો હશે. પરંતુ જો તમારી પાસે RuPayનું એટીએમ કાર્ડ છે તો તમે ખુશ થઈ શકો છો. કેમ કે RuPayના એટીએમ કાર્ડ તમને સંકટ સમયે ખૂબ જ મદદરુપ થઈ શકે છે. હકિકતમાં RuPayના આ એટીએમ કાર્ડ પર તમને ફ્રી 10 લાખનો ઈન્સ્યોરન્સ મળે છે. આ સાથે આ કાર્ડને અન્ય પણ ખૂબ આકર્ષક ફાયદા છે. જેના વિશે બહું ઓછા લોકો જાણે છે. આજે તમને RuPayકાર્ડના બેનિફિટ અંગે જણાવીશું.


  • અકસ્માતમાં મોત નિપજે તો 1 લાખનું વીમા કવર મળે છે.
  • અકસ્માતમાં હંમેશ માટે વિકલાંગતા આવે તો પણ 1 લાખનું વીમા કવર
  • પ્રીમિયમ કાર્ડને વીમા કવર 2 લાખથી 10 લાખ સુધીનું મળે છે.


કોઈ પણ કાર્ડથી પૈસાની લેવળ દેવળની તમામ પ્રક્રિયા દેશમાં થતી હોવાથી તે અન્ય કાર્ડની સરખામણીએ ખુબ ફાયદા કારક છે. આ એક ભારતીય સ્કીમ છે. એટલા માટે RuPayની તમામ ઓફર્સને ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.


આ ઉપરાંત વિદેશમાં પણ તેના ઉપયોગ પર અઢળક ફાયદો થાય છે. અન્ય કાર્ડની સરખામણીએ આ ઘણું સસ્તુ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે એનપીસીઆઈએ આની પહેલ કરી છે. આ કાર્ડના માધ્યમથી ક્લેમ કરવામાં આવતી રકમ એનપીસીઆઈ જ આપે છે. એટલે કે વિદેશમાં આ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે તો એટીએમનો ઉપયોગ કરવા પર 5 ટકા કેશબેક અને પીઓએસ મશીનના ઉપયોગ પર 10 ટકા કેશબેક મળે છે.

RuPayનું નોન પ્રીમિયમ કાર્ડ રાખનારા ગ્રાહકોને દુર્ઘટના સમયે મોત થાય અથવા હંમેશ માટે વિકલાંગતા આવે તો આ સ્થિતિમાં 1 લાખનું વીમા કવર મળે છે. ત્યારે પ્રીમિયમ કાર્ડ હોલ્ડરને 2 લાખ મળે છે.


RuPay કાર્ડ કેવી રીતે મળે

SBI અને PNB સહિતની મુખ્ય સરકારી બેંકો આ કાર્ડ આપે છે. HDFC, ICICI બેંક, એક્સિસ બેંક સહિતની ખાનગી બેંકો પણ વધારે પડતું આ કાર્ડ ઈશ્યુ કરી રહી છે. તમે તમારી બેંકમાં આ અંગે પુછપરછ કરી શકો છો. એક્સીડેન્ટમાં મોત થવા અથવા હંમેશ માટેની વિકલાંગતા આવવા પર ઈન્શ્યોરન્સ કવર મળે છે. રુપે કાર્ડ બે પ્રકારનું હોય છે ક્લાસિક અને પ્રીમિયમ. ક્લાસિક કાર્ડ પર 1 લાખ અને પ્રીમિયમ કાર્ડ પર 10 લાખ સુધીનું વીમા કવર મળી શકે છે.

Post a Comment

0 Comments