જાણો આંખની રોશની ને વધારવાના ખુબજ સરળ ઉપાય


ટેક્નોલૉજીના વર્તમાન યુગમાં, આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમો પર ખૂબ નિર્ભર થઈ ગયા છીએ. કમ્પ્યુટર, મોબાઈલ ફોન, ટેલિવિઝન વગેરે, આ બધાં આ ઉપકરણોનો ઘણો ફાયદો તો છે જ પરંતુ તે આપણી આંખોને નબળી પાડવાનું કામ પણ કરે છે. આજના સમય માં સૌથી નાના બાળકોને પણ આંખો માટે ચશ્મા પહેરવા પડે છે.

આવી સ્થિતિમાં આપણે આપણી દૃષ્ટિની શમતામાં વધારો કરી શકીએ. ચાલો આપણે જાણીએ કે આંખોની રોશની વધારવા માટે કઈ પદ્ધતિઓ છે.

આમળાના પાણીથી આંખો ધોવી અથવા ગુલાબજળ નાખવાથી આંખો સ્વસ્થ રહે છે.

આંખના દરેક પ્રકારના રોગ જેવાકે આંખમાંથી પાણીનું  પડવું, આંખ આવવી, આંખોની નબળાઇ વગેરે જેવા તમામ રોગોમાં, રાત્રે 7-8 બદામ પલાળીને સવારે પીસીને પાણીમાં ભેળવીને પીવું જોઈએ.

એક ચમચી વરિયાળી, બે બદામ અને અડધી ચમચી ખાંડ ને પીસી લો અને સુતા પહેલા દરરોજ રાત્રે એક ગ્લાસ દૂધ સાથે લો.

જીરું અને સાકર બરાબર પ્રમાણમાં પીસીને દરરોજ એક ચમચી ઘી સાથે ખાઓ.

પગના તળિયા પર સરસવના તેલથી માલિશ કરીને સૂઓ. સવારે લીલા ઘાસ પર ઉઘાડ પગે ચાલો અને નિયમિતપણે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો. સંભવિત જોખમથી દૂર રાખે છે.

Post a Comment

0 Comments