17 દિવસની દીકરીનું મોઢું પણ ન જોઈ શક્યો આ શહીદ, પરિવારને કહ્યું હતું બહું જલ્દી પાછો આવીશ, પણ...


લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે બાથભીડી શહીદ થયેલા ઝારખંડના સાહિબગંજના કુંદન ઓઝા તેના મિત્રોમાં ખૂબ લોકપ્રિય હતા. 5 મહિના પહેલા તે જ્યારે તેના ઘરે આવ્યો ત્યારે તેણે મિત્રોને વચન આપ્યું હતું કે ટૂંક સમયમાં જ ફરી મળીશ. પણ વચન પુરુ કરતાં પહેલાં દુશ્મનો સામે લડતી વખતે કુંદન વીરગતિ પામ્યા હતા.

  • સાહિબગંજનો જવાન કુંદન ઓઝા શહીદ 
  • 5 મહિના પહેલા સાહિબગંજ આવ્યો હતો
  • થોડા દિવસો પહેલા તેના ઘરે પુત્રીનો જન્મ થયો હતો.

એટલું જ નહીં  તેમના ઘરે 17 દિવસ પહેલા પુત્રીનો જન્મ થયો હતો. જેને તેઓ એક નજર જોઈ પણ શક્યા નહોતા. રવિવારે કુંદનનું પોસ્ટિંગ ગલવાનમાં  થયું હતુ. એ જ ખીણમાં જ્યાં ભારતીય સૈનિકો ચીની સૈનિકો સાથે અથડામણ થઈ હતી.

નવજાત દીકરીને જોવા ઘરે આવવાના હતા

26 વર્ષીય કુંદન કુમાર ઓઝા સાહિબગંજ જિલ્લાના મુફસિ્સલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડિહરી ગામના રહેવાસી હતા. તેમને બે ભાઈઓ અને એક બહેન છે. કુંદન ઓઝાના લગ્ન બે વર્ષ પહેલા સુલ્તાનગંજમાં થયા હતા. તેઓ થોડા દિવસો પહેલા જ એક પુત્રીના પિતા બન્યા હતા. કુંદન જલ્દી જ તેની પુત્રીને મળવા ઘરે આવવાના હતા. પરંતુ અહીં કુદરતને કંઈક બીજું મંજૂર હતુ. રવિવારે કુંદનની ડ્યુટી લદ્દાખની ગલવાન ઘાટીમાં હતી. અહીં તે ચીની છેતરપિંડીનો શિકાર બન્યા. ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેઓને 7 વર્ષ પહેલા સૈન્યમાં જોડાયા હતા.

પિતા દ્વારા ફોન પર મળ્યા દુઃખદ સમાચાર 

કુંદનની શહાદતના સમાચાર તેના પિતાને ફોન દ્વારા આપવામાં આવ્યા હતા. આ સમાચાર સાંભળીને આખો પરિવાર શોકમાં સરી પડ્યો  હતો. ગામજનોને પુત્રના આ બલિદાન પર ગર્વ છે. કુંદનના પિતરાઇ ભાઇએ ચીન સામે બદલાની માંગ કરી છે. તેઓ ઇંટોનો જવાબ પથ્થરથી જવાબ આપવા માંગે છે.

તેના પરત આવવાની રાહ હવે તેની નવજાત પુત્રીની હશે. જેને કદાચ ખબર પણ નહી હોય કે તેના પિતા ક્યારેય પાછા નહીં આવે. તે પોતાની માતૃભૂમિ સફર પર નીકળી ગયા છે. આવા સફરથી પાછા ફરવું અશક્ય છે.

Post a Comment

0 Comments