કોરોના વાયરસના સંક્રમણને લઈને છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ અને કેસની સંખ્યામાં વધારા અને ઘટાડોના અનેક સમાચાર આવ્યા છે પરંતુ આ વચ્ચે હવે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાને નિર્ણય કર્યો છે કે હવે કોરોના ટેસ્ટ ખાનગી લેબમાં પણ થઈ શકશે. લગભગ 15 મે બાદ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવાનું બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ફરી એકવાર ખાનગી લેબમાં ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર કહી શકાય. જોકે આ માટે કોઈપણ એમડીનું પ્રિસ્ક્રીપ્શન ખૂબ જ જરૂરી છે
1. સુપ્રાટેક માઇક્રો પેથ લેબ :
અમદાવાદની પરિમલ ગાર્ડન પાસે આ આવેલી સુપ્રાટેક માઇક્રો પેથ લેબને મંજૂરી આપવામાં આવી છે. આ લેબના સીઇઓ સંદીપ શાહ સાથે વાતચીત મુજબ નવી ગાઈડ લાઈન પ્રમાણે ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પહેલા 4500 ચાર્જ લેવાતો હતો જેમાં તેમને પોતે નિર્ણય કર્યો છે કે ટેસ્ટ ચાર્જ 4000 રૂપિયા લેવાય એટલું જ નહીં જેમની પાસે BPL કાર્ડ હશે તેમની પાસેથી 2000 રૂપિયા લેવાનો નિર્ણય કર્યો છે.
2. યુનિપેથ લેબ :
અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલી યુનિપેથ લેબ દ્વારા હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો પરંતુ ICMR ની ગાઈડ લાઈન પ્રમાણે 4500માં દરે તેઓ આગામી સમયે ચાર્જ લેશે તેવું લેબ ટેસ્ટ સાથે સંકળાયેલા ડો નીતિન ગોસ્વામીએ જણાવ્યું હતું
3. સ્ટરલિંગ એક્યુરીસ :
અમદાવાદ ના પાલડી વિસ્તારમાં આવેલી સ્ટરલિંગ એક્યુરીસ દ્વારા કોવિડ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં તેમણે ICMR ગાઇડલાઇન પ્રમાણે જ 4500 રૂપિયા લેવાનું નક્કી કર્યું છે.
4.ગ્રીન ક્રોસ :
અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલી ગ્રીન ક્રોસ લેબ દ્વારા કોવિડ ટેસ્ટની શરૂઆત કરી દેવામાં આવી છે. આ લેબ દ્વારા પણ 4500 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.
5. સન ફ્લાવર લેબ :
અમદાવાદમાં સન ફ્લાવર લેબમાં પણ કોવિડ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં 4500 રૂપિયા ચાર્જ લેવાય છે.
0 Comments