ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધડપકડ, કરીયો ધારિયાથી હુમલો


ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેણે ટિકટોક વીડિયો બનાવવા મામલે એક યુવાન ઉપર જીવલેણ હૂમલો કરતા તેની સુરત પોલીસે ધરપકડ કરી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે કનુ ભરવાડ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં તેની ધરપકડ કરાઈ છે. કીર્તિ પટેલ હનુ ભરવાડ નામના શખ્સ સાથે મળી તેણે આ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. આ મારામારીના કેસમાં સુરતના પુણાગામ પોલીસે કીર્તિની ધરપકડ કરી છે. કીર્તિ પટેલ પર હાલ સુરત પોલીસે કલમ 307ના ગુનામાં ધરપકડ કરી છે.


કીર્તિ પટેલના એક વિવાદીત વીડિયો અંગે કનુ ભરવાડે રજૂઆત કરી હતી. રજૂઆત સમયે હનુ ભરવાડ સાથે મળી તેણે હુમલો કર્યો હતો. કીર્તિ પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન કીર્તિએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા મામલે પોલીસે તેની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ વન વિભાગે કીર્તિ પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો. ઘુવડ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતું હોવાને વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે ટિકટોક સ્ટારને રૂપિયા 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે વીડિયો ઉતારનાર યુવકને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Post a comment

0 Comments