વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયોગ સાચા પુરવાર નથી થતા, આ 5 ઘટનાઓ તેને સાચી સાબિત કરે છે


આપણી જીવનશૈલી અને જીવન સુધારવામાં વિજ્ઞાનનો મોટો હાથ છે. વિજ્ઞાનના ઘણા આવિષ્કાર આપણી આજુબાજુ જોવા મળે છે. પરંતુ ઘણીવાર વિજ્ઞાનીકો દ્વારા કરાયેલા પ્રયોગો ભયંકર અને હ્રદયસ્પર્શી જાય તેવા હોય છે. આજે અમે તમને વિશ્વભરના એવા કેટલાક પ્રયોગો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પરિણામો ખુબ ખરાબ આવ્યા છે અને તે સાચી ઘટનાઓ પર આધારિત છે.


1) બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુએસ નેવીએ વિરોધીઓ પર પ્રયાસ કરવા પોતાના સૈનિકો પર મસ્ટર્ડ ગૈસ વાપર્યો. આશ્ચર્યની વાત એ છે કે સૈનિકોને આ વાતની જાણ નહતી. આ પ્રયોગને કારણે ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યો અને બાકીના સૈનિકો ગંભીર રોગથી પીડાય હતા. આ પ્રયોગ થર્ડ ડિગ્રી કરતા વધુ ભયંકર માનવામાં આવ્યો હતો અને તેને બંધ કરવો પડ્યો હતો.


2) અમેરિકાની જાહેર આરોગ્ય સેવા દ્વારા વર્ષ 1932 માં એક વિચિત્ર પ્રયોગ કરવામાં આવ્યો. ત્યાંના ડોક્ટરે એક એવી દવાની શોધ કરીકે, જેના દ્વારા લોકોના સ્વાસ્થ્ય ઉપર નિયંત્રણ રાખી શકાય. આ દવાનો પ્રયોગ ગરીબ લોકો પર કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં તેને દવા મિશ્રિત ખોરાક આપવામાં આવતો હતો. આ દવાની અસરને લીધે,તે લોકો 2 મહિનાની અંદરમાં મારી ગયા.


3) વર્ષ 1943 માં એક રશિયન વૈજ્ઞાનિક Josef Mengele એક પ્રયોગ કર્યો. તેમણે એવી દવા બનાવી કે જેનો ઉપયોગ જોડિયા બાળકો ને અલગ પાડવા માટે થઇ શકે. આ દવા ગર્ભવતી સ્ત્રીઓને આપવામાં આવી હતી. આ દવા પર ખુબ જ ખરાબ અસર પડી હતી અને એક પણ જોડિયા બાળક 2 મહિનાથી વધુ જીવી શક્યા ન હતા.


4) University of lowaદ્વારા વર્ષ 1939 માં એક પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત બાળકોના બે જૂથો બનવામાં આવ્યા હતા. એમાં એક જૂથને હંમેશા હકારાત્મક ભાષણ આપવામાં આવ્યું હતું અને બીજા જૂથને ફક્ત નકારાત્મક ભાષણ આપવામાં આવ્યું હતું. તેની ભારે અસર પડી હતી. એમાં હકારાત્મક ભાષણવાળા બાળકો સ્વસ્થ હતા, પરંતુ નકારાત્મક ભાષણવાળા બાળકોને અસર થઈ હતી. તે જીવનભર વિવિધ પ્રકારની ગંભીર બીમારીઓથી પીડાતા હતા. જેમાં હતાશા મુખ્ય હતી.


5) વર્ષ 1960 માં, કેલિફોર્નિયા યુનિવર્સીટીએ નવજાત શિશુઓ પર ઘણા પ્રયોગો કર્યા હતા. ડોક્ટરોએ આ બાળકોના બ્લડ પ્રેશર અને લોહીના પ્રવાહને બદલવા માટે પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગ લગભગ 59 બાળકો પર કરવામાં આવ્યો હતો. એમાંથી એક પણ બાળક જીવી શક્યું નહિ.
Post a Comment

0 Comments