પનીર ની સ્વાદિષ્ટ રેસિપી તો તમે ઘણા પ્રકારની ખાઈ હશે પરંતુ આ વખતે ઘરે બનાવીને પરિવારજનો ને ખવડાવો રેશમી પનીર.
સામગ્રી
- પનીર
- ક્રીમ
- ધાણા
- ગરમ મસાલો
- ઘી
- જીરું
- કાંદા
- ટમેટો પ્યુરી
- કાશમીરી મરચું
- આદુ
- ટામેટું
- લસણ
- હળદર
- લાલ મરચાનો પાવડર
- કાલી મરચી
- મીઠું
- લીલી મરચી
- ધાણા ના પતા
રેશમી પનીર બનાવાની રીત :-
- ગેસ પર વાસણમાં બે ચમચી ઘી નાખીને ગરમ થવા દો. હવે જીરું નાખીને, ત્યારબાદ કાંદા અને ટમેટો પ્યુરી નાખી ને પાકવા દો.
- હવે કાપેલા કાશ્મીરી મરચાં, ટામેટા નાખીને પકાવો. ત્યારબાદ આદુ-લસણ નું પેસ્ટ, ક્રીમ નાખીને ભળવો અને પકવામાટે છોડી દો.
- હવે પનીરની લાંબી-લાંબી સ્લાઈસ કાપી અને ગ્રેવીમાં મિક્સ કરી લો. હવે ધાણા જીરું, ગરમ મસાલો અને હળદર નાકીને હલાવો.
- હવે એ વાતનું ધ્યાન રાખો કે ગ્રેવી ડ્રાઈ ન થઈ. તેમાં થોડું પાણી ઉમેરો.
- જે લોકો તીખું ખાવાના શોખીન છે તે કાળી કે લાલ મરચાનો ઉપયોગ કરી શકે છે. હવે સ્વાદાનુસાર મીઠું નાખો.
- તેને ધાણા થી ગાર્નિશ કરી અને પીરસો.
0 Comments