જાણો, સુતા પેહલા 2 લવિંગ ખાવાથી થતા 5 ફાયદાઓ વિષે


લવિંગ ના ફાયદાઓ વિષે તમે હંમેશા જાણવા મળે છે. ભારતીય મસાલાઓમાં લવિંગનો ઉપયોગ ખાવામાં સ્વાદ અને ખુશબુ વધારવામાં કરવામાં આવે છે. આપણે આપણા રોજિંદા જીવનમાં ખરાબ ખાણીપીણી ની લાઈસ્ટાઈલને લીધે સ્વાથ્ય સાથે ની સમસ્યાઓનો સામનો કરતા હોય છે. એવામાં દરેક નાની-નાની સમસ્યા ને લીધે દવા લેવું સારું નથી. તે માટે રોજબરોજ ની નાની સમસ્યાઓનો નિવારણ આપણા રસોડામા જ ઉપલબ્ધ છે. રસોડામાં રહેલા મસાલાઓ માત્ર સ્વાદ માટે જ  નથી પરંતુ સ્વાથ્ય માટે પણ ઘણા ફાયદા કારક છે. તેમાંથી એક છે લવિંગ. તો ચાલો અમે તમને જણાવીએ કે સુતા પેહલા લવિંગ ખાવાથી થતા ફાયદાઓ.

1) લવિંગમાં ઘણા ગુણો હોય છે, જેમ કે સુતા પેહેલા લવિંગ ખાવાથી તમારો આખો દિવસ તાજગી અને પેટ સાફ રહે છે. સવાર પડતાજ તમારું પેટ સાફ થાય જશે. લવિંગમાં ઇમ્યુન બુસ્ટર હોય છે જે પ્રતિરોધક શમતા વધારે છે. લવિંગના સેવનથી કમજોરી ખતમ થાય છે.

2) જો લીવરની સારી રીતે ખ્યાલ રાખવું હોય તો તમે પાણી પીવા તે ઉપરાંત ખાણીપીણી પર પણ ધ્યાન રાખો. લવિંગમાં એન્ટીઓક્સીડેન્ટ ની ઉચ્ચ માત્રા હોય છે, જે અંગોને ખાસ કરીને લીવરને સુરક્ષિત રાખવા માટે આદર્શ ઔષધિ છે. લવિંગના અર્ક તેના હેપેટો પ્રોટેક્ટિવ ગુણધર્મોને કારણે આ અસરોનો પ્રતિકાર કરવામાં મદદગાર છે.

3) જે લોકોને વારંવાર સામાન્ય તાવ કે શરદી આવે છે. તેમનામાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે. પરંતુ લવિંગનો ઉપયોગ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. કારણકે લવિંગમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે બેક્ટેરિયાના ચેપ અને વૃદ્ધિને રોકવામાં મદદગાર છે.

4) લવિંગ ખાવનો એક એ પણ ફાયદો છે કે તે પેટની બળતરાને દૂર કરે છે. લવિંગમાં યુજેનિયા નામનું તત્વ હોય છે, જે તેને અસરકારક એન્ટિઇન્ફ્લેમેટરી એજન્ટ બનાવે છે. ગળા અને મોં માં સોજો આના દ્વારા મટાડી શકાય છે.

5) ઘણા લોકોને હાથ અને પગ કાપતા હોય છે, તેથી તેને સુતા પેહલા એક અથવા બે લવિંગ ખાવા જોઈએ. જેથી તેને થોડા દિવસોમાં તેને હાથ અને પગ કાપતા બંધ  થાય જશે. જો  માથાના દુખાવાની દવા ઘરે ના હોય તો, લવિંગને પીસીને હળવા પાણીથી પીવો.


Post a Comment

0 Comments